સુરત(Surat): શહેરના પુણા(Pune) વિસ્તારમાં ભર ચોમાસે પાણીની સમસ્યા સામે આવી છે. છેલ્લા બે ત્રણ દિવસથી આ વિસ્તારમાં પાઇપલાઇન દ્વારા લોકોને પાણી ન મળવાને કારણે સ્થાનિક હોય પાલિકામાં તથા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાણી ન મળતા આજે ટેન્કરના માધ્યમથી લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું
સોસાયટીના પ્રમુખે લગાવ્યા બેદરકારીના આક્ષેપ:
અંજની નગર સોસાયટીના પ્રમુખ જોરુભાઈ સાંડસુરે જણાવતા કહ્યું હતું કે, બે દિવસથી પાલિકાનું પાણી આવતું નથી તેથી અમે સ્થાનિક નેતાઓ અને પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. તમામ રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ અમારા પ્રશ્નોનો હલ આવતો નથી.
શાંતિનિકેતન સોસાયટીના પ્રમુખ સુરેશ સુહાગીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાલિકા સ્માર્ટ સિટીની વાતો કરે છે 24 કલાક પાણી આપવાની વાત વચ્ચે છેલ્લા 48 કલાકથી અમારી સોસાયટીને પાણીનું ટીપું પણ મળ્યું નથી. જેથી ટેન્કર રાજની સ્થિતિ સર્જાય છે શાસકો તો ઊંઘ એ જ છે પરંતુ વિપક્ષને પણ લોકોને સમસ્યા બાબતે કોઈ જ દરકાર ન હોય તેવું જોવા મળી રહ્યું છે લોકોને ટેન્કર મારફતે મળતું પાણી ખેંચીને ચોથા માળ સુધી લઈ જવાની ફરજ પડે છે
સોસાયટીની ગૃહિણીએ જાણો શું કહ્યું?
ગૃહિણી કિંજલ રાઠોડએ જણાવતા કહ્યું હતું કે, અમારે પાણી માટે કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે તેમ છતાં પૂરતું પાણી મળતું નથી માત્ર પીવાનું પાણી મળ્યું છે ઘરે છોકરાઓને મૂકીને નીચે આવવું પડે છે અને પાણીને ચાર માળ ત્રણ માળ એમ ઉપર ચડાવવાની ફરજ પડી રહી છે જેથી અમે હેરાન પરેશાન છીએ તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરાવવામાં આવે તેવી અમારી માંગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.