મોડી રાતે લોહીલુહાણ થયો રેલ્વે ટ્રેક… એકસાથે ૨૪ ગૌવંશના ટ્રેનની અડફેટે આવતા મોત

હાલ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં વલસાડ (Valsad)ના ડુંગરી રેલવે સ્ટેશન(Dungri Railway Station) પાસે ટ્રેનની અડફેટે 24 ગૌવંશનાં મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ ગૌરક્ષકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગૌરક્ષકની ટીમે સ્થળ નિરીક્ષણ કરતાં રેલવેટ્રેકની આજુબાજુમાં લાકડીઓના ટુકડા મળી આવ્યા હતા, જેથી આ વિસ્તારમાં આસામાજિક તત્ત્વો દ્વારા ડુંગરી પંથકના રખડતાં પશુઓને ટ્રેનના સમયે રેલવે ટ્રેક પાસે ખાસ હંકારી લાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગૌરક્ષકની ટીમ ઘટનાસ્થળે દોડી આવી:
મળતી માહિતી અનુસાર, રવિવારના રોજ મોડી રાત્રે વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન પાસે અપ અને ડાઉન બંને ટ્રેક ઉપર ડુંગરી પંથકના રખડતા પશુઓ અચાનક રેલવે ટ્રેક પાસે આવી જતાં પૂરપાટ ઝડપે દોડતી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેને પગલે 24 જેટલા ગૌવંશનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો એકઠા થયા હતા. તેમજ લોકોએ તાત્કાલિક અગ્નિવીર ગૌરક્ષકની ટીમને ઘટનાની જાણ કરી હતી. જેને પગલે અગ્નિવીર ગૌરક્ષકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

આસામાજિક તત્ત્વો દ્વારા ગૌવંશને લાવ્યાનો આક્ષેપ:
એક જ સાથે આટલા બધા ગૌ વંશ રેલવેટ્રેક પર આવી જાય તે વાત અગ્નિવીર ગૌરક્ષકની ટીમને ગળા નીચે વાત ઊતરતી ન હતી. જેથી ઘટનાસ્થળ અને આજુબાજુના વિસ્તારમાં અગ્નિવીર ગૌરક્ષક દળની ટીમના અગ્રણીઓએ ચેક કરતાં ગૌવંશને હંકારવા ઉપયોગમાં લેવાયેલી લાકડીઓના ટુકડા મળી આવ્યા હતા. જેથી અસામાજિક તત્ત્વો દ્વારા ડુંગરી પંથકમાં રખડતા ગૌવંશને ટ્રેનના સમયે હંકારી લાવવામાં આવ્યા હોવાની આશંકા અગ્નિવીર ગૌરક્ષકની ટીમના અગ્રણી હેમંત ખેરનારે વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *