મેઘરાજા વિરામનાં મોડમાં: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, જાણો હવે વરસાદ પડશે કે નહીં!

Gujarat Rain Forecast: ઠંડરસ્ટ્રોમ એક્ટીવીટી સાથે આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી(Gujarat Rain Forecast) કરવામાં આવી રહી છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહિસાગર, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા અનુસાર આજે એટલેકે 9 તારીખના રોજ ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
તારીખ 10 ઓગસ્ટનાં રોજ હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારો જેવા કે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવનાર ત્રણ દિવસ રાજ્યનાં તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ આવનાર પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.