રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના રજપૂત પરિવાને ચોટીલા નજીક અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતમાં રજપૂત પરિવારના 13 સભ્યોને ઇજા પહોંચતાં ચોટીલા અને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કોઠારીયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર નજીક શિવધારા મહેતા ભાનુબેન મકવાણા નામના 40 વર્ષીય મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતા રજપૂત પરિવારના બે જેટલા કુટુંબ સુરાપુરાના દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન, ચોટીલા નજીક આવેલા આપાગીગાના ઓટલા નજીક છોટા હાથી તેમજ ડમ્પર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા પરિવારના 13 જેટલા લોકો ઘાયલ થયા હતા.
ઘાયલ થયેલા લોકોને ચોટીલા તેમજ રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન, ભાનુબેનનું મૃત્યુ નીપજયું હતું. આ દરમિયાન, સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પંચનામાની કાર્યવાહી પણ કરી છે.
આ સાથે જ ઇજાગ્રસ્તોના નિવેદન તેમજ ઘટનાસ્થળ પર હાજર રહેલા લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરના રજપૂત પરિવારના બે કુટુંબના 13 જેટલા લોકો છોટાહાથીમાં બેસી ખાટડી ગામે આવેલા પોતાના સુરાપુરાના દર્શને જઈ રહ્યા હતા. આ સમયે ચોટીલા નજીક છોટા હાથીને પાછળથી ડમ્પર વાહન હંકારતા ચાલકે ટક્કર મારી ત્યાંથી ભાગી ગયો હતો.
આ દરમિયાન, પાછળથી ટક્કર વાગવાના કારણે છોટા હાથી પલટી મારી જતા છોટાહાથીમાં બેસેલા તમામ લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. આ સાથે જ છોટાહાથી વાહનમાં પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. સુરાપુરાના દર્શન તેમના આશીર્વાદ લેવા જતા લોકોને અકસ્માત નડતા તેમજ અકસ્માતમાં પરિવારના એક મહિલાનું મૃત્યુ નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક ભાનુબેનના પતિ કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત, મૃતકને કોઈ સંતાન ન હોવાનું પણ જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.