તારાપુર નજીક ખેતરમાંથી મળી યુવકની અર્ધનગ્ન લાશ, સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ જ કરી મિત્રની હત્યા

ગુજરાતમાં અવાર-નવાર અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતો હોય છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના આણંદમાંથી સામે આવી છે. આણંદ જીલ્લાના તારાપુર તાલુકામાં પોતાના મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેથી આખા ગામમાં ચકચાર મચી ગયો છે. તારાપુર તાલુકાના ઉંટવાડા ગામે રહેતા 27 વર્ષના યુવકને તેના જ મિત્રે ગળે ગાળિયો નાખી હત્યા કરી હતી.

શનિવારે મોડી રાત્રે મિત્ર સાથે આદરૂજ ગામના ખેતરમાં અંબાના ઝાડ પાસે ભેગા થયા હતા. કોઇ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે ગુસ્સામાં આવેલ આરોપીએ પોતાના જ મિત્રની હત્યા કરી નાખી હતી.  ત્યારબાદ લાશને ઝાડી ઝાંખરમાં અર્ધનગ્ન કરીને છુપાવીને ભાગી ગયો હતો. આ અંગે આદરૂજ ગામના રહીશે મૃતકના પિતાને જાણ કરતાં મામલો તારાપુર પોલીસ મથકે પહોંચ્યો હતો.

તારાપુરના ઉંટવાડા ગામે રહેતા અંબુભાઈ મંગળભાઈનો પુત્ર ભાનુ ઉર્ફે ભલો અંબુભાઈ સાથે રહેતા હતા, પરંતુ મૃતક ભાનું રાત્રે જમીને બીજા જૂના ઇન્દીરા કોલોનીમાં આવેલા મકાનમાં સુવા જતો રહેતો હતો. શનિવાર રાત્રે પણ ભાનુ જમીને ઇન્દીરા કોલોનીમાં આવેલા જુના મકાનમાં સુવા જઈ રહ્યો હતો. તે દરમિયાન રવિવાર સવારે ભાનુ ઘરે પરત ન આવતા પરિવારજનો એ શોધખોળ શરુ કરી હતી. ત્યારે પિતા ભાનુને જૂના ઘરે બોલાવવા ગયા હતા, પરંતુ તે હાજર ન હોવાથી ચિંતા વધી ગઈ હતી.

જે દરમિયાન આદરૂજ ગામના પ્રતાપસંગ વાઘેલા અચાનકના ઘરે આવ્યાં હતાં અને તેમના દિકરાની હત્યા કાળુ મણીભાઈએ કરી હોવાની જાણકારી આપી હતી. મૃતક ભાનુની લાશ જગદીશભાઈના ખેતરમાં પડેલી છે તેમ પણ જણાવ્યું હતું. દીકરાની હત્યાની વાત સાંભળીને શોક થઈ ગયેલ પિતા અંબુભાઈ તેના નાના દિકરા ભાઈલાલ સાથે જગદીશભાઈના ખેતરમાં ગયાં હતાં. ત્યાં જઇને જોયું તો ભાનુની લાશ ખેતરમાં આવેલા આંબા નીચે ઢાંકી દીધેલી હતી. જેથી ઝરડા હટાવી જોતા ભાનુની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી.

પ્રતાપસંગના કહ્યા પ્રમાણે, કાળુ મણીભાઈએ ઘરેથી ભાનુને આદરૂજ ગામની સીમમાં ઝઘડો થતા હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ આધારે તારાપુર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે કાળુ મણીભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. આદરુજ ગામના પ્રતાપસંગ વાઘેલાએ ગામે આવીને અંબુભાઈને જણાવ્યું હતું કે, સવારના આઠેક વાગે હું મારા ઘરે હતો. તે વખતે મારા ખેતરમાં કામ કરતા કાળુ મણી મારી પાસે આવેલો અને મને જણાવેલું કે, ગઇરાત્રીના બારેક વાગે આદરૂજ સીમમાં જગદીશ બાબુભાઈ સોલંકીના ખેતરમાં હું તથા ભાનુ ગયેલા હતા અને આંબાના ઝાડ નીચે બેઠા ત્યારે અમારા બન્ને વચ્ચે ઝઘડો થતાં મારાથી ભાનુનું મોત થઇ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *