અર્થવ્યવસ્થાના સુધારા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો બાદ થોડા દિવસો બાદ ભારતીય રિઝર્વ બેન્કે(RBI) સરકાર માટે ખજાનો ખોલ્યો છે. રિઝર્વ બેન્કે તેના ખજાનામાંથી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયાની મોટી રકમ આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં રિઝર્વ બેન્કના સરપ્લસ ફન્ડમાંથી મળનાર 1.23 લાખ કરોડ રૂપિયા પણ સામેલ થશે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી સરકાર માટે આ એક મોટી ભેટ છે. તો ચાલો જાણીએ સરકાર આ મોટી રકમને કયાં ખર્ચશે તે વિશે.
1.સરકારી બેન્કોના કૅપિટલાઇઝેશન માટે:
સરકારી બેન્કો કેશની તંગીમાંથી પસાર થઈ રહી છે અને તેમની પાસે પૂરતી મૂડી નથી. લગભગ અડધો ડઝન બેન્કોને રિઝર્વ બેન્કના પ્રોમપ્ટ કરેક્ટિવ એક્શન(PCA) અંતર્ગત લાવવામાં આવી છે. નાણાપ્રધાને ગત સપ્તાહમાં જાહેરાત કરી હતી કે બેન્કોને 70,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. જોકે બેન્કોને આના કરતા પણ વધુ કેશની જરૂરિયાત છે. રિઝર્વ બેન્કમાંથી મળેલા ખજાનાનો ઉપયોગ સરકાર બેન્કોને વધુ કેશ આપવા માટે કરી શકે છે અને તેનાથી અગામી પાંચ વર્ષમાં બેન્કો પર દબાણ ઓછું થશે.
2.પાયાની જરૂરિયાતો પર ખર્ચ:
મોદી સરકારે અગામી પાંચ વર્ષમાં પાયાની જરૂરિયાતો માટે 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. આટલી મોટી રકમને ખર્ચ કરવા માટે પૈસા એકત્રિત કરવા એ એક મોટો પડકાર છે. રિઝર્વ બેન્કમાંથી મળેલી રકમનો એક મોટો ભાગ સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર એટલે કે પાયાની જરૂરિયાતોના વિકાસ માટે કરી શકે છે.
3.સરકારી યોજનાઓ માટે એજન્સીઓને મદદ:
સરકાર ખેડૂતો, ગરીબ અને નાના ઉદ્યોગ સાહસિકોના કલ્યાણ માટે આવી યોજનાઓ ચલાવે છે. જેનો બોજો આખરે બેન્કો પર પડે છે. બેન્કોને સરકારી એજન્સીઓ પાસેથી પછીથી કોઈ નાણાકીય સહાય પણ મળતી નથી. ઉદાહરણ તરીકે બેન્કોએ લગભગ 8 લાખ કરોડ રૂપિયાની મુદ્રા લોન આપી છે, પરંતુ તેમને તેના બદલામાં નાણાકીય સહાય મળી રહી નથી. રિઝર્વ બેન્ક પાસેથી મળેલી રકમનો ઉપયોગ સરકાર નેશનલ હાઉસિંગ બેન્ક, સિડબી અને નાબાર્ડ જેવી એજન્સીઓની મૂડી વધારવામાં કરી શકે છે.
4.બજારમાંથી લોન લેવામાં ઘટાડો:
છેલ્લા ઘણા વર્ષોથી સરકારનો ઉધારી કે લોન લેવાનો સિલસિલો વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2019-20માં સરકારની યોજના લગભગ 7 લાખ કરોડ રૂપિયાની લોન લેવાની છે. રિઝર્વ બેન્કમાંથી મળેલી રકમનો ઉપયોગ સરકાર પોતાની ઉધારી ઓછી કરવામાં પણ કરી શકે છે. તેનાથી સરકાર પ્રાઈવેટ ક્ષેત્ર માટે વધુ ફન્ડ ઉપલબ્ધ કરાવી શકશે.
5.સોવરેન બોન્ડની જરૂરિયાત ઓછી: