બિહારનો મૃત્યુ આંક ૨૫૦ ને પાર- “મહામારી” ના ઓથાર હેઠળ જઈ રહ્યું છે બિહાર

એક તરફ જ્યારે કેટલાક રાજ્યોમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી તરફ બિહાર જેવા રાજ્યોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ જારી છે. પ્રાપ્ત આંકડા અનુસાર…

એક તરફ જ્યારે કેટલાક રાજ્યોમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી તરફ બિહાર જેવા રાજ્યોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ જારી છે. પ્રાપ્ત આંકડા અનુસાર બિહારમાં છેલ્લા ત્રણ દિવસમાં જ ૨૫૦ લોકોના મોત નિપજ્યા છે.

આટલા ઓછા સમયમાં આટલી મોટી જાનહાની છતા સરકાર ઉંઘતી રહી, હાલ બિહારમાં તાવે પણ ભરડો લીધો છે જેમાં અનેક બાળકો મોતને ભેટયા છે. અનેક જિલ્લાઓમાં આશરે ૨૫૦થી પણ વધુ નાગરીકોના મોત નિપજ્યા છે. જોકે આ આંકડા સરકાર દ્વારા જારી નથી કરવામાં આવ્યા.

આંકડા જણાવે છે કે બિહારમાં સૌથી વધુ લુ લાગવાથી જે જિલ્લામાં મોત નિપજ્યા છે તેમાં ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમૂઇનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ૧૫થી ૧૭મી જૂન દરમિયાન તાપમાન ૪૫.૮ ડીગ્રીએ પહોંચી ગયુ હતું.

Hundreds of children with symptoms of acute encephalitis syndrome (AES) have been brought to Sri Krishna Medical College Hospital in Muzaffarpur, Bihar. (Photo: Associated Press)

રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ વેબસાઇટ પર જણાવ્યા અનુસાર મંગળવાર સુધીમાં જ રાજ્યમાં ૯૦ લોકોના મોત નિપજ્યા છે. જેમાં ઔરંગાબાદમાં ૪૧, ગયામાં ૩૫ અને નવાદામાં ૧૪ લોકો માર્યા ગયા હતા. મૃત્યુનું મુખ્ય કારણ લૂ લાગી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અગાઉ એવા અહેવાલો હતા કે નીતીશ કુમાર જે વિસ્તારમાં લૂની વધુ અસર છે તેની હેલિકોપ્ટર દ્વારા તપાસ કરશે, જોકે હવે એવા અહેવાલો છે કે જે હોસ્ટિપલમાં લૂ લાગવાથી દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તેની નીતીશ કુમાર મુલાકાત લેશે. હાલ વિચિત્ર પ્રકારના તાવને કારણે પણ અનેક બાળકો મોતને ભેટી રહ્યા છે અને તેની સૌથી વધુ અસર મૂઝફ્ફરપુરમાં જોવા મળી છે.

આ તાવથી ૧૩૦થી વધુ બાળકો મોતને ભેટયા છે. જ્યારે લૂ લાગવાથી જ ત્રણ દિવસમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા છે. સરકાર હાલ આ સ્થિતિને કાબુમાં લાવે તેવી લોકોમાં ઉગ્ર માગણી છે.  નીતીશ કુમાર જે હોસ્પિટલમાં મુલાકાત માટે જાય છે ત્યાં તેમનો હુરીયો બોલાવાઇ રહ્યો છે. લોકોમાં સરકારની નબળી કામગીરીને લઇને પણ ગુસ્સો વધી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *