વિકાસ ગાંડો થયો: જનતાના વાહનોના ફિટનેસ ચેક કરતી સરકારના પોતાના વાહનો જ છે અનફીટ- જાણો ક્યા ગંભીર અકસ્માત થતા રહી ગયો

ગુજરાત(Gujarat): અટલાદરાથી અમદાવાદ(Atladara to Ahmedabad) જઈ રહેલી એસ.ટી. બસમાં પાછળના ભાગેથી બસની બોડી નોખી પડી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા. સેવાલિયા(Sevalia) નજીક બનેલ આ…

ગુજરાત(Gujarat): અટલાદરાથી અમદાવાદ(Atladara to Ahmedabad) જઈ રહેલી એસ.ટી. બસમાં પાછળના ભાગેથી બસની બોડી નોખી પડી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા. સેવાલિયા(Sevalia) નજીક બનેલ આ બનાવ દરમિયાન બસમાં 77 જેટલા મુસાફરો સવારી કરી રહ્યા હતા. જેને કારણે મુસાફરોએ ચીસાચીસ કરી બસ ઉભી રખાવી હતી અને બસમાંથી ઉતરી ગયા હતા. એસ.ટી. તંત્રની આવી ઘોર બેદરકારી મામલે સખત કાર્યવાહી કરવા આવે તેવી માંગ મુસાફરો દ્વારા કરવામાં આવી છે.

સેવાલીયા નજીક આવેલ મહીસાગર નદીના બ્રિજ નજીક અટલાદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી GJ.18.Z.2390 નંબરની એસટી બસમાં એક સાથે 77 મુસાફરો સવાર હતા. જેમાં એસટી બસના પાછળના ભાગની બોડી તૂટતા બસનું પતરૂ ફાટવાનો અવાજ આવતા મુસાફરોએ ચીસાચીસ કરી હતી અને ડરનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. મુસાફરોએ દોરી ખેંચીને તાત્કાલિક જ બસ ઉભી રખાવી હતી. જે પછી તમામ મુસાફરો જીવ બચાવવા માટે એસટી બસની નીચે ઉતરી ગયા હતા. મુસાફરોએ રોષ પૂર્વક જણાવતા કહ્યું હતુ કે, એસટી વિભાગની ઘોર બેદરકારી આજે કેટલીય જિંદગીનો ભોગ લે તો નવાઈ નહિ.

મળતી માહિતી અનુસાર, એસટી વિભાગના જવાબદારો દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનો કિસ્સો સેવાલીયા પાસે એક વખત બની ચુક્યો છે. એસટી બસમાં સવાર તમામ મુસાફરોની એક જ માંગ છે કે આવા ઘોર બેદરકાર જવાબદારો સામે શિક્ષાત્મક અને કડક પગલાં ભરવામાં આવે.

જવાબદાર કોણ?
એસ.ટી. ડ્રાઈવરે જણાવતા કહ્યું કે, અટલાદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી આ બસ દરમ્યાન એસટીના પાછળના ભાગેથી બોડી તૂટી ગઈ હતી અને મુસાફરોએ ચીસાચીસ અને બુમાબુમ કરી મુકતા અમે બસ ઉભી રાખી હતી. જ્યારે અમે બસની પાછળ જોયું તો પાછળથી બસની બોડી તૂટી ચુકી હતી. જે મામલે જવાબદાર અમારા સર્વિસ મિકેનિક હેડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *