સુરતમાં બ્રાન્ડેડ કંપનીઓના નકલી બુટ વેચતી દુકાન પર ક્રાઈમ બ્રાંચની લાલ આંખ- દરોડા પડતા મળ્યો લાખોનો મુદ્દામાલ

સુરત(surat): ગુજરાતમાં અવાર-નવાર નકલી માલ-સામાન મળી આવતો હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરત શહેર વિસ્તારમાં મોટા વેપાર ધંધામાં મોટા પાયે આર્થિક લેવડ-દેવડ થતી હોય છે.જેમાં ઘણી વખત તકસાધુઓ અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ સામાન ગ્રાહકોને વેચાણ કરતાં હોય છે. આ પ્રકારની દાદ-ફરીયાદ સંબંધે ઉડાણપુર્વક તપાસ કરી ગુનાના મુળ સુધી પહોંચી આરોપીઓને પકડી કુટિ સામાન ઝડપી પાડવા માટે સુરત શહેરમાં પોલીસ કમિશ્રર અજમુમાર તોમર સાહેબ દ્વારા સૂચના મળતા જે બાબતે ગંભીરતાને ધ્યાને લઇ અધિક પોલીસ કમિશ્નરે ટીમ બનાવી કામગીરી હાથધરી છે.

જે સબંધે ભાગળ કાંસકીવાડ ચાર રસ્તા ગજ્જર બિલ્ડીંગ સીપ કોલ્ડ્રીંક્સની બાજુમાં આવેલ ઝેન ફુટવેર નામનો દુકાન ધારક નાઇકી, એસિક્સ તથા બેલેંસીઆ નામની બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ યુઝ વેચાણ કરતા હોવાની આર્થિક ગુન્હા નિવારણ શાખાના સાગર એસ.પ્રધાને ખાનગી સહે બાતમી મળી હોવાથી ક્રાઈમ બ્રાંચના પોલીસ માણસોએ મનિષ વસંતલાલ બ.નં.૧૪૨૦, કર્ણકુમાર રામજીભાઇ બ૬૮૮, હાદાભાઇ કેશુભાઈ બ.નં.૧૨, અજિતસિંહ રૂપસિંહ બ.નં.૫૩૨, રણજિતસિંહ ભરતસિંહ બ.નં.૧૮૨૪, લાલજીભાઇ લક્ષ્મણભાઇ બ.નં.૧૫૯૭ દ્વારા બાતમી હકીકત વાળી જગ્યાએ રેડ કરવામાં આવેલ હતી.

જે રેડ દરમ્યાન જૈન કુટવેર નામની દુકાનમાં સરફરાજ ચુસુફભાઈ અડવાણી (રહે – ૩૦૧, કોહીનુર એપાર્ટમેન્ટ, લાલગેટ સુરત) નાઈકી, ઍસિક્સ તથા બેલેંસીઆ નામની બ્રાંડેડ કંપનીના ડુપ્લટ શુઝ કોને વેચાણ કરતાં હોવાની હકીકત જણાય આવેલ હોય જેની દુકાનની બાજુમાં ઇકરા ટાવરા બિલ્ડીંગમાં બીજા માળે આવેલ ગીડાઉનમાંથી નાઇકી કંપનીના જોડી નંગ-૯૦ તથા એસિક્સ કંપનીના ડુપ્લીકેટ શુઝ જોડી નંગ-૧૪ તથા બેલેંસીલ કંપનીનાગુપતિ શુઝ જોડી નંગ-૪૨ મળી કૂલ-૧૦૪૪ જેની કુલ કિ.રૂ.૨,૧૫,૦૦૦/- ની માનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપીને ઝડપી પાડી આ બાબતે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.

સાદર પકડાયેલ આરોપી સરફરાજ યુસુફભાઇ અડવાણીની પૂછ-પરછ દરમ્યાન તેઓ આ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝનો માલ દિધી ગુરુદ્વારા કરોલબામ ગલી નં.૧૪ ખાતેથી ફોલસેલ ભાવે વેપાર કરતાં નાગપાલ ઉર્ફે રિનું તથા શેખર નામના ઇસમો પાસેથી રોકડેથી વગર બીલે ખરીદ કરી ટ્રાંરપોર્ટ મારફતે સુરત ખાતે પોતાના ગોડાઉન તથા દુકાન ખાતે લાવી તેમાં પોતાનો નફો ઘડાવીને ગ્રાહકોને વેચાણ કરતાં હોવાની કબુલાત કરેલ છે.

પકડાયેલા શુઝ અને ચંપલની ગુણવતામાં પણ ફરક છે, તેની સાથે જે સિમ્બોલ છે તે પણ કંપનીના ઓરિજનલ સિમ્બોલ કરતાં હલકી ગુણવત્તાનો છે. આ પૂર્વે સીઆઈડીએ એક કરોડથી વધુના બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાં પકડી પાડ્યા હતા. દિવાળી સમયે જ સીઆઈડીએ રેડ પાડતા ડુપ્લિકેટ સામાન વેચનારમાં ફફડાટ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *