ગુજરાતના સવર્ણોને મળેલું અનામત થઇ શકે છે રદ, ચૂંટણી પહેલા જ સરકારને છૂટ્યો પરસેવો

થોડાં વર્ષો પહેલાં હાર્દિક પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં અનામતને લઈને મોટું આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનને લઈને જ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.રાજ્યમાં આવનાર સમયમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મોદી સરકારની માટે ખૂબ જ ચિંતાજનક કહી શકાય.

કારણ કે, કેન્દ્ર સરકારે પાટીદાર તેમજ જાટ વગેરે જેવાં સમાજના આંદોલનને શાંત પાડવા માટે EWS અનામત આપી છે. જો, EWS રદ થાય તો આવનારાં સમયમાં ફરી પાછું એકવાર આંદોલનની શરૂઆત થાય એવું જણાઈ રહ્યું છે.સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને કુલ 13% અનામત માટેનો સ્ટે આપવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે, અનામતનું પ્રમાણ કોઈપણ સંજોગોમાં કુલ 50%થી વધુ ન હોવું જોઈએ.

મરાઠા સમાજને આર્થિક તથા સામાજિક રીતે પછાત ગણીને કુલ 13% અનામત આપ્યું હતું. જ્યારે મરાઠા સમાજને કુલ 13% અનામત આપતાં અનામતનું પ્રમાણ કુલ 62% પર પહોંચી ગયું હતું.મરાઠા સમુદાયનું અનામતનું પ્રમાણ કુલ 62% પર પહોંચી જતાં મરાઠા અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે આ દલીલને માન્ય રાખીને મરાઠા અનામત પર સ્ટે આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં આ ચુકાદાથી EWS માટે કરેલ કુલ 10% અનામત પણ રદ થઈ શકે છે. રાજ્યમાં EWS માટે કરેલી કુલ 10% અનામત પાટીદારોને આપવામાં આવી હતી. જેને લીધે પાટીદારોનું અનામત આંદોલન શાંત પડી ગયું હતું.

રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. જેને લીધે ગુજરાતમાં તત્કાલીન CM આનંદીબેન પટેલને પોતાની ખુરશી છોડવી પડી હતી. જો, આ સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પ્રમાણે પાટીદારોને આપવામાં આવેલ અનામત રદ્દ કરવામાં આવશે તો આંદોલન ફરી એકવાર સક્રિય થવાનાં એંધાણ મળી રહ્યા છે. જે રાજ્યમાં ભાજપની માટે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *