મોટા સમાચાર: ધોરણ 12 બોર્ડનું પરિણામ આજે બપોરે 2 વાગ્યે થશે જાહેર, આ રીતે જોઈ શકશો તમારું રીઝલ્ટ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) નું 12 મા ધોરણનું પરિણામ આજે એટલે કે 30 જુલાઈ બપોરે 2 વાગ્યે જાહેર થશે. વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in પર તેમના પરિણામો જોઈ શકશે. CBSEએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

CBSE ધોરણ 12 નું પરિણામ 30:30:40 ફોર્મ્યુલા પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 10 અને 11 મા ધોરણના ગુણને 30-30 ટકા ભારણ આપવામાં આવ્યું છે અને 12 મા ધોરણની આંતરિક પરીક્ષા માટે 40 ટકા ભારણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના 10 મા વર્ગના 5 માંથી શ્રેષ્ઠ 3 પેપર્સના માર્કસ લેવામાં આવ્યા છે. તેવી જ રીતે વર્ગ 11 ના શ્રેષ્ઠ 3 પેપર્સના માર્ક્સ પણ લેવામાં આવ્યા છે. તે જ રીતે ધોરણ 12 માં વિદ્યાર્થીઓની એકમ કસોટી, દ્રિતીય કસોટી અને પ્રેકટીકલ પરીક્ષાના ગુણ લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ નથી તેમને પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. જોકે આ માટે કોરોના વાયરસની સ્થિતિ સામાન્ય થવાની રાહ જોવી પડશે.

CBSE ની વેબસાઈટ પર આ રીતે પરિણામ તપાસો:
1: CBSE ની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in પર જાઓ.
2. અહીં હોમપેજ પર, તમારે રિઝલ્ટ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
3. CBSE 12 નું પરિણામ 2021 તપાસવા માટે રોલ નંબર દાખલ કરો.
4. CBSE 12 નું પરિણામ 2021 સ્ક્રીન પર ખુલશે અને તમારી વિગતો તપાસો.
5. CBSE 12 નું બોર્ડ પરિણામ 2021 માર્કશીટ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.

વિદ્યાર્થીઓ IVRS અને SMS દ્વારા CBSE 10 અને 12 ના પરિણામો પણ જાણી શકશે. CBSE બોર્ડ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પરિણામ મોકલશે. આ માટે વિદ્યાર્થીઓએ CBSE 12 <ROLLNUMBER> <ADMITCARDID> દાખલ કરીને તેને 7738299899 નંબર પર મોકલવા પડશે. આ રીતે તમે પરિણામ જાણી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *