દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધડાકાનું ષડયંત્ર કર્યું હતું. આતંકી અબુ યુસુફ રામ મંદિર નિર્માણને લઇ બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતા હતા. દિલ્હીમાં પકડાયેલા આઇએસઆઇએસના શંકાસ્પદ આતંકી અબુ યુસુફે શરૂઆતની પૂછપરચ્છમાં કેટલાંય ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ તો હજુ શરૂઆતની માહિતી છે. તેઓ અફઘાનિસ્તાનમાં હાજર પોતાના આકાઓના સંપર્કમાં હતા. હાલ તપાસ ચાલી રહી છે કે પ્રેશર કુકરમાં હાજર વિસ્ફોટક કયા હતા અને તેમાં કયા કેમિકલનો ઉપયોગ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગુપ્તચર એજન્સીઓએ પાછલા દિવસોમાં બે એલર્ટ જાહેર કર્યા હતા, જેમાંથી એક એલર્ટમાં કહ્યું હતું કે રામ મંદિર નિર્માણને લઇ આતંકવાદી મોટી આતંકી ઘટનાને અંજામ આપી શકે છે. આ ખુલાસા બાદ આખા ઉત્તર પ્રદેશને એલર્ટ પર રખાયું છે. તેની સાથે જ એક ટીમ દિલ્હીથી અબુ યુસુફને લઇ બલરામપુર જવા રવાના થઇ ગઇ છે. ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થીએ તમામ જિલ્લાને વધુ સુરક્ષિત વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ ઉત્તર પ્રદેશ એટીએસ અને દિલ્હી પોલીસની એક ટીમ બલરામપુરમાં આતંકી અબુ યુસુફના ગામ પહોંચી ગઇ છે.
ત્યારબાદ યુસુફે પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં પોલીસે આતંકીની ધરપકડ કરી લીધી. દિલ્હી પોલીસના સ્પેશયલ સેલને આતંકી અબુ યુસુફ અંગે ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ શુક્રવાર મોડી રાત્રે પોલીસે ઓપરેશન શરૂ કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews