અમદાવાદમાં રીક્ષા ચાલકે પોલીસને જ મારી દીધી છરી, હવે પોલીસને કોણ બચાવશે આવા લુખ્ખા તત્વોથી?

અમદાવાદ(ગુજરાત): હાલ કોરોના મહામારી દરમિયાન કર્ફ્યું ચાલી રહ્યું છે. આ દરમિયાન કાયદાના પાલન કરાવતા પોલીસ અને લોકો વચ્ચે અનેક વખત સંઘર્ષ થઈ ચુક્યા છે. લોકડાઉન હોય કે રાજ્ય સરકારની ગાઈડ લાઈન પોલીસ અને પ્રજા વચ્ચેના ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આજે જમાલપુર વિસ્તારમાંથી આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. કર્ફ્યું દરમિયાન બહાર નીકળેલ રિક્ષા ચાલકને રોકતા જ રિક્ષા ચાલકે પોલીસ સાથે ઝપાઝપી કરીને છરી મારી દીધી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોક રક્ષક નરેન્દ્રસિંહ ગઈકાલે મોડી રાત્રે નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન રાત્રિના 3 વાગ્યાની આસપાસ જમાલપુર ચાર રસ્તા નજીક એક રિક્ષા ચાલક રોંગ સાઈડમાં આવતો હતો અને તેને રોક્યો હતો. જોકે, કરફ્યુ સમયે બહાર નીકળવા અંગે પૂછપરછ કરવામાં આવતા આ રિક્ષા ચાલકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી ફરિયાદી અને હાજર સ્ટાફ દ્વારા તેની અંગજડતી તપાસ કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. અને ‘તમે પોલીસવાળા ઓ મને કેમ રોક્યો છે. મને જવા દો’ તેમ કહીને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમાં રિક્ષા ચાલક નીચે પડી ગયો હતો અને એકદમ ઊભો થઈને તેની પાસે રહેલ છરીથી ફરિયાદી પોલીસ જવાનને ગાળાના ભાગે મારવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસ જવાન સ્વબચાવ કરતી વખતે પડી ગયા હતા.

પરંતુ, આરોપીએ બીજી વખત છરી મારતા પોલીસ જવાનને પિંડીના ભાગે છરી વાગી હતી અને લોહી પણ નીકળ્યું હતું. આ જોઈ તાત્કાલિક આરોપીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપી પણ આગળ જતાં નીચે પટકાયો હતો. હાજર અન્ય સ્ટાફે ઇજાગ્રસ્ત પોલીસ જવાનને તાત્કાલિક સારવાર આપીને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને ઝડપી લેવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *