ભુજમાં હાઇવે ઉપર એસટી બસ અને જીપ વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત- જીપ ચાલકનું ઘટના સ્થળે મોત, 25 ઘાયલ

ભુજના વાગડના રાપર નજીક આજે એસટી બસ અને જીપ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 25થી 30 લોકો ઘાયલ થતાં હતા. ઘાયલ થયેલા તમામ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, ભૂજ રાપર રૂટની એસટી બસ આજે સવારે 6 વાગ્યે ભુજથી રાપર જતી હતી ત્યારે રાપરથી 07 કિમી દૂર નિલપર બદરગઢ વચ્ચે એક બોલેરો જીપ સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જીપમાં સવાર 30 લોકોમાંથી 25 જેટલા મજૂરોને ઈજા પહોંચી છે. રાપરની સરકારી દવાખાને 108 અને સેવાભાવી લોકોના વાહન મારફતે ઈજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા.

જેમાંથી અમુક વ્યક્તિઓની હાલત નાજુક હોય તેવી જાણ કરી મળી છે. આ પૈકી 15 જેટલા લોકોને વધુ સારવાર માટે રાપરથી ભુજ અને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ઘટના અંગે રાપર પોલીસ તાત્કાલિક ધોરણે એસટી બસના ચાલકની ધડપકડ કરવામાં આવી છે. અકસ્માત રાપરથી 7 કિ.મી. દૂર નિલપર ગામ નજીક બન્યો હતો. જેમાં રાપરથી અંદાજિત 30 જેટલા શ્રમજીવી લોકો પોતાના ઓજાર અને રાસન સામગ્રી સાથે મજૂરી કામે બોલેરો જીપમાં જવા નીકળ્યા હતા.

ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. એસટી બસમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે બસમાં સવાર અંદાજિત 4થી 5 જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. જે તમામ લોકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *