એક સામાન્ય માન્યતા છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે, પરંતુ તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે હૃદયને રોગોથી દૂર રાખવામાં વૉકિંગ અને સાઇકલ ચલાવવા કરતાં વેઇટ લિફ્ટિંગના વધુ ફાયદા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વેઈટ લિફ્ટિંગ જેવી પ્રવૃત્તિઓ તેમજ વૉકિંગ અને સાઈકલ ચલાવવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ 30 થી 70 ટકા જેટલું ઓછું થઈ જાય છે.
જો આ લોકો હ્રદયરોગ સહિત અન્ય પ્રકારની બીમારીઓથી બચવા માંગતા હોય તો તમારે પેટ પર જમા થયેલી ચરબી ઓછી કરવી પડશે. પેટ પર જામેલી ચરબીને ઓછી કરવા માટે એવું પણ ન કરો કે તમે ખાવા-પીવાનું બંધ કરી દો. આ લેખમાં, અમે તમને જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરીને વધતી જતી પેટને કેવી રીતે ઓછી કરવી તે વિશે જણાવી રહ્યા છીએ.
યુએસ સ્થિત મેયો ક્લિનિકે થોડા સમય પહેલા એક રિસર્ચમાં જણાવ્યું હતું કે, જે લોકોનું શરીર BMI પેરામીટર પર ફેટી છે, પરંતુ તેમના પેટની ચરબી સંગ્રહિત નથી, તો તેમની સ્થૂળતા વધુ નુકસાનકારક નથી. પરંતુ જે લોકોના પેટ પર ચરબીનો સંગ્રહ થાય છે તેઓને રોગ થવાની સંભાવના વધુ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.