મેરઠમાં(Meerut) એક બાઇક પર સવાર બદમાશોએ પેટ્રોલ પંપના બે મેનેજર પાસેથી ધોળા દિવસે 7 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ આરોપીઓને પકડવા માટે નજીકમાં લાગેલા સીસીટીવીની તપાસ કરી રહી છે.
ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) મેરઠમાં એક પેટ્રોલ પંપ મેનેજર પાસેથી બાઇક સવાર બદમાશોએ દિવસે 7 લાખની લૂંટ કરી અને નાસી ગયા. માહિતી મળતાની સાથે જ SSP, SP, CO દૌરાલા પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બદમાશોને પકડવા માટે પોલીસે આસપાસ લગાવેલા સીસીટીવીના ફૂટેજને સ્કેન કરવામાં આવ્યા હતા. પીડિતાના મેનેજરે પોલીસને જણાવ્યું કે જ્યારે તેણે લૂંટનો વિરોધ કર્યો તો તેને પણ લાકડીઓથી મારવામાં આવ્યો.
આ મામલો મેરઠના કંકરખેડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દિલ્હી દેહરાદૂન રોડનો છે. જ્યાં લાલા મોહમ્મદપુર ગામ પાસે હથિયારધારી બાઇક પર આવેલા બદમાશોએ લૂંટને અંજામ આપ્યો હતો. પેટ્રોલ પંપના મેનેજર બેંકમાં સાત લાખ રૂપિયા જમા કરાવવા માટે બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે બે બાઇક પર આવેલા બદમાશોએ તેને પાછળથી ટક્કર મારતાં તે પડી ગયો હતો અને ત્યારબાદ હથિયારના જોરે મેનેજર પાસેથી નોટો ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા.
મેરઠના એસએસપી રોહિત સિંહનું કહેવું છે કે પોલીસ સ્ટેશન કંકરખેડા વિસ્તારના નેશનલ હાઈવે 58 પર ઈન્ડિયન ઓઈલનો પેટ્રોલ પંપ છે. જેના માલિકને માહિતી મળી હતી કે તેના 2 મેનેજર બેંકમાં જમા કરાવવા માટે લગભગ 6-7 લાખ રૂપિયા લઈ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.