કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે એવી ખબરો ચાલી રહી હતી કે આધાર કાર્ડ સાથે જોડાયેલા ન હોય તેવા રેશનકાર્ડ રદ થઇ જશે. સરકારના આ નિર્ણયનો ફાયદો કરોડો લાભાર્થીઓને મળવાની આશા છે. જણાવી દઈએ કે હજુ પણ કરોડો રેશનકાર્ડ ધારક એવા છે જેમના આધાર કાર્ડ લિન્ક નથી થઈ શક્યા.
અધિકારિક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડવાની જવાબદારી આપી છે. આ જવાબદારી સાર્વજનિક વિતરણ વિભાગને 7 ફેબ્રુઆરી 2017 ની અધી સૂચનાના આધારે આપવામાં આવી છે.
આ અધિસૂચના ને સમય-સમય પર સુધારવામાં આવી રહી છે. હવે આ કામની સમયસીમા વધારીને ૩૦ સપ્ટેમ્બર 2020 સુધી કરી દેવામાં આવી છે.તેનો અર્થ એ છે કે તમે રેશન કાર્ડ અને આધાર કાર્ડની લિન્ક 30 સપ્ટેમ્બર સુધી કરાવી શકો છો.
નિવેદન અનુસાર જ્યાં સુધી મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ આદેશ નથી આપતું ત્યાં સુધી કોઈપણ લાભાર્થીને તેમના ભાગનું રેશન આપવાની ના નહીં પાડવામાં આવે. મંત્રાલયે કહ્યું છે કે કોઈપણ રેશનકાર્ડ ધારકનું કાર્ડ રદ કરવામાં નહીં આવે.
જણાવી દઈએ કે દેશમાં કોરોનાવાયરસ ને કારણે lockdown છે. ગત ૨૫મી માર્ચે lockdown ના ત્રીજા ચરણની અવધિ 17 મેના રોજ પૂરી થનાર છે.આ સંકટમાં લોકોને ખાવા-પીવાની સમસ્યા ન થાય એટલા માટે કેન્દ્ર સરકારે ત્રણ મહિના સુધી કુલ ૧૫ કિલો ફ્રી આપવાનું એલાન કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news