કોરોના વાયરસનું સંક્રમણ ખુબ વધી રહ્યું છે અને વધી રહેલા સંક્રમણને લીધે ઘણા દર્દીઓના મોત પણ થઈ ચુક્યા છે. સરકારી અને ખાનગી હોસ્પીટલમાં નથી બેડ મળી રહ્યા કે નથી ઓક્સીજન મળી રહ્યા. ત્યારે સરકાર દ્વારા રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં કોરોના સામે ટકી રહેવા રસીને ખુબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને જો વેક્સિન લઇ લેશું તો આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આવનાર કોરોનાની ત્રીજી લહેર સામે આપણે ટકી શકશું. ત્યારે હાલમાં લોકોને રસી લેવાથી ડર લાગી રહ્યો છે અને લોકો ગુચવાયા છે કે રસી લેવી કે નહી લેવી. લોકો આ પ્રકારના ભયમાંથી બહાર આવે અને લોકો વેક્સિન મુકાવે તે માટે સરકારી અને સામાજિક સંસ્થાઓ લોકોને રસી લેવડાવવા માટે અપીલ કરી રહી છે. જેને માટે ઘણા ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જ એક નુસ્ખો અપનાવવામાં આવ્યો છે. જાણીને તમને પણ નવાઈ લાગશે…
સાબરકાંઠા જીલ્લામાં હિમતનગર તાલુકાના હાથરોલ ગામ પંચાયત દ્વારા બિરદાવવાલાયક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેક્સિન લેનારા લોકો માટે વેક્સિન લ્યો અને કરનો લાભ લ્યો તેવી એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ હાથરોલ ગામના લોકોમાંથી જે રસી મેળવશે તેમને માત્ર કોરોનામાંથી જ મુક્તિ નહી પરંતુ પંચાયતના તમામ વેરામાંથી પણ મુક્ત કરવામાં આવશે. આ શરૂ કરવામાં આવેલી અનોખી પહેલને કારણે રસી લેનાર લોકોને એક સાથે બે ફાયદા થઈ રહ્યા છે. એક તો તેમને ફ્રી માં રસી મળી રહે અને પંચાયતના તમામ વેરામાંથી 50 % જેટલી મુક્તિ આપવામા આવશે. જેને લીધે 2000 ની વસ્તી ધરાવતા આ ગામમાં અત્યાર સુધીમાં 60% થી પણ વધુ લોકોએ રસીકરણ કરાવી લીધેલ છે. હાથરોલ ગામના સરપંચ અમિત પટેલના એક આ અનોખા નુંસ્ખાએ આજે ગામવાસીઓને કોરોનાથી બચવા રસી લેવા માટે દોડતા કરી દીધા છે.
હાથરોલ ગામમાં વેક્સિન મુકાવનારા પરિવારોના 50% ટેક્સ ગ્રામપંચાયત દ્વારા માફ કરી દીધા છે. જોવા જઈએ તો સામાન્ય રીતે એક ઘર દીઠ 800 થી 900 રૂપિયા વાર્ષિક ટેક્સ આવતો હોય છે. ત્યારે લોકોને આ ટેક્સમાંથી તો 50% જેટલી મુક્તિ મળી છે સાથે સાથે કોરોનાથી રક્ષણ પણ મળી રહ્યું છે જેથી આર્થિક રીતે પણ ફાયદો થયો છે.
હાથરોલ ગામમાં 18 વર્ષથી ઉપરની વયના લોકો રસીકરણ શરૂ થાય તેમની રાહ જોઈ રહ્યા છે. ત્યારે લોકો વેક્સિન મુકાવવાને કારણે અન્ય ગામોની સરખામણી કરીએ તો હાથરોલ ગામમાં કોરોના કેસની સંખ્યા ખુબ ઓછી છે. ત્યારે આવા સમયમાં ગામના સરપંચનો એક નુસ્ખો આજે ગામવાસીઓને કોરોના વાયરસથી બચવા માટે રસી લેવા માટે દોડતા કરી દીધા છે. સરપંચ દ્વારા લેવામાં આવેલ નિર્ણય બિરદાવવાલાયક છે કારણકે તેમાં લોકોને પણ ફાયદો થશે અને લોકોના જીવ પણ બચશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.