‘દેશ ભક્તિ તમારા જેવી અને ઇશ્વર ભક્તિ પ્રમુખ સ્વામી જેવી કરવી છે’ શતાબ્દી મહોત્સવમાં PM મોદીને આ નાનકડા બાળકે કહ્યું… 

PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને મહંત સ્વામી (Mahant Swami Maharaj) પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ (Shatabdi Mahotsav)નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ બહ્મવીહારી સ્વામી સાથે પ્રમુખ સ્વામીનગર નિહાળવા નીકળ્યા હતા. તેઓ ચાલી ને જઈ રહ્યા હતા તે દરમિયાન એક અદભુત દ્રશ્ય કેમેરામાં કેદ થયું.

નગરની પરિક્રમા કરતી વખતે PM નરેન્દ્ર મોદીનું પરમ નામના એક બાળકે તિરંગો આપીને સ્વાગત કર્યું. ત્યાર બાદ પરમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 સેકન્ડ સુધી વાત પણ કરી. આ જોઇને સૌ કોઈને ઉત્સુકતા એ હતી કે આ બાળક કોણ છે? અને મોદીએ તેમની સાથે શું વાતચીત કરી? ચાલો આપણે જાણીએ પરમ અને સંતો સાથે આ અંગે થયેલી વાતચીત.

“દેશ ભક્તિ તમારા જેવી અને ઇશ્વર ભક્તિ પ્રમુખ સ્વામી જેવી કરવી છે”
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમુખ સ્વામીનગરના મેઇન ગેટ પાસે આવ્યા ત્યારે તેમના સ્વાગતમાં બાળકો હાથમાં તિરંગો લઈને ઊભા હતાં. ત્યારે ત્યા પરમ પણ હતો, પરમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગયો અને પહેલાં પરમએ તેમને તિરંગો આપ્યો અને પછી એમને કીધું કે, “મારે દેશ ભક્તિ તમારા જેવી કરવી છે અને ઇશ્વર ભક્તિ પ્રમુખ સ્વામી જેવી કરવી છે. મને તમે આશીર્વાદ આપો.”

“વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા ખિસ્સામાં તિરંગો મૂક્યો અને મને આશીર્વાદ આપ્યા”
પરમ અમદાવાદનો રહેવાસી છે, પરમે જણાવ્યું કે, “મોદી સાહેબને હું પગે લાગ્યો અને પછી તેમણે મારા ખિસ્સામાં મેં આપેલો તિરંગો મૂક્યો અને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર વહાલથી સ્પર્શ કર્યો અને આગળ વધી ગયા.”

બાળનગરી પ્રમુખ સ્વામીનગરમાં આકર્ષણનું કેન્દ્ર છે
નગરનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે બી.એ.પી.એસ. બાળનગરી. બાળનગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. આ બાળનગરીમાં, 500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે.

તે ઉપરાંત આ બાળનગરીમાં કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિ રત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવી બાળકોને મોજ કરાવશે અને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *