લખનઉ પછી હવે હરિયાણામાં પણ એક મહિલાએ કારમાં મુસાફરી કરનારાઓની જાહેરમાં મારઝૂડનો એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. માર્ગ પર કેટલાક યુવકોને થપ્પડ મારવા ઉપરાંત તેમની ગાડીમાં પણ મહિલાએ તોડફોડ કરી હતી. એટલું જ નહીં, પોતે મારઝૂડ કર્યા પછી મહિલાએ પોતાના સંબંધીઓને પણ ઘટનાસ્થળ પર બોલાવ્યા અને સંબંધીઓએ પણ બેટથી યુવકોને ખૂબ જ માર માર્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, કારસવાર યુવકે છેડતી કરી છે. બીજી તરફ પીડિત યુવકોનું કહેવું હતું કે, જો અમારાથી કોઈ ભૂલ થઈ છે તો પોલીસને બોલાવવામાં આવે, પણ મહિલા અને તેના સંબંધીઓએ તેમની સાથે મારપીટ કરવાનું શરુ રાખ્યુ હતું.
#lakhnowgirl ਵਾਲੀ ਤੋਂ ਬਾਅਦ, ਆ ਹੁਣ #hariyana ਦੀ ਕੁੜੀ ਦਾ ਹਾਲ ?♂️?? pic.twitter.com/YnzTOUBucm
— chaklo.chaklo (@chaklo_chaklo) August 7, 2021
આ ઘટનામાં પોલીસે મહિલા, તેના પતિ અને અન્ય એક વ્યક્તિ પર ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ ઘટનાનો ભોગ બનેલો 25 વર્ષનો બલરાજ શર્મા ઉર્ફે મોનુ કરનાલ જિલ્લાના ગોલી ગામનો છે. તે પાનીપતની ટ્રાન્સપોર્ટ નગરમાં એક ફાર્મમાં નોકરી કરે છે. પોલીસને મોનુએ જણાવ્યું હતું કે, તે ગુરુવારે સાંજે પોતાના મિત્ર શુભમ અને બ્રીજેશ સાથે પાનીપતથી ગામ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન એક મહિલા સ્કૂટી પર તેનો પીછો કરી રહી હતી. તેણે ગામ સેહરામાં અચાનક આગળ કારને અટકાવી હતી અને કંઈપણ વાત કર્યા વગર મારપિત શરૂ કરી દીધી હતી.
એટલું જ નહીં, મહિલાએ ફોન કરી તેના પતિને પણ બોલાવી લીધો હતો. તેની સાથે અન્ય કેટલાક લોકોને પણ લાવ્યો હતો. પહેલા મહિલાએ બલરાજ ઉર્ફે મોનુને થપ્પડ માર્યો અને ત્યાર બાદ તેની સાથે રહેલા લોકોએ ક્રિકેટના બેટથી માર માર્યો હતો. આ ઘટનામાં બલરાજ ઉર્ફે મોનુને માથાના ભાગમાં ઈજા પહોંચી છે. આ ઘટનાની બે વીડિયો-ક્લિપ પણ વાઈરલ થઇ છે. પીડિત બલરાજની ફરિયાદ પર મતલોત પોલીસે જિલ્લાના ગામ બ્રાહ્મણ માજરાના ભૂપ સિંહ, તેની પત્ની અને અન્ય એક વિરુધ ગુનો નોંધ્યો છે.
કેટલાક દિવસ અગાઉ પણ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં આલમબાગ અવધ વિસ્તારમાંથી સરેરાહ કેબ ડ્રાઈવરની યુવતીએ મારઝૂડ કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટના સોમવારે CCTV અને અન્ય એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કારચાલક નિર્દોષ હોવાનું અને યુવતીની ભૂલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી યુવતી વિરુધ FIR દાખલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.