ભારતના નકશા માંથી ગુજરાતનું નામો નિશાન જ મટી જશે! જાણો કોણે વ્યક્ત કરી સૌથી મોટી ચિંતા

ગુજરાત(gujarat): હાલમાં જિલ્લામાં નારગોલ દરિયો(Nargol Sea) 10 વર્ષમાં 30 ફૂટ વસ્તી તરફ આગળ વધતા લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. દરિયા કિનારે વર્ષોથી ધોવાણ થઈ રહ્યું છે. જેને અટકાવવા માટે જરૂરી સુરક્ષા દીવાલની માંગણી નારગોલ ગામના સરપંચ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સમક્ષ પત્ર લખીને કરવામાં આવી છે. ઉમરગામ તાલુકાનું નારગોલ ગામ દરિયા કિનારે વસેલું ગામ છે. ગ્લોબિંગ વોર્મિંગ(Global warming)ના કારણે છેલ્લા પંદર વર્ષમાં કાંઠાના જમીન દરિયાઈ ધોવાણની ચપેટમાં આવતા દરિયો ઝડપથી વસ્તી તરફ આવી રહ્યો છે.

નારગોલ બંદર દરિયાઈ ધોવાણ તીવ્ર બની રહ્યું છે. ભૂતકાળમાં તેમજ વર્તમાન સમયે બનેલ સુરક્ષા દીવાલ અપૂરતી હોવાથી હજી ૨૦૦૦ મીટર સુરક્ષા દીવાલની જરૂરિયાત હોવાથી નારગોલ ગામના કાંઠાનું ધોવાણ અટકાવવા માટે નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. દરિયાઇ ધોવાણના કારણે અત્યાર સુધી અનેક જાહેર મિલકત જેવી કે, સ્મશાન ભૂમિના મકાનો, વન વિભાગના હજ્જારો વૃક્ષોને નુકશાની થઈ ચૂકી હોવાનું દશ વર્ષની અંદર દરિયો ૩૦ ફૂટ વસ્તી તરફ આગળ ધપી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

નારગોલ માછીવાડની પૂર્વ અને દક્ષિણ બાજુએ 10 વર્ષ પહેલા પથ્થરની રક્ષણાત્મક દિવાલ બનાવવામાં પણ આવી હતી. તાજેતરમાં ૨૦૦ મીટર માંગેલવાડ ખાતે, ૩૩૦ મીટર માલવણ બીચ ખાતે પત્થરની સુરક્ષા દીવાલ નિર્માણ ચાલી રહ્યું છે પરંતુ હજી ઘણો વિસ્તાર ધોવાણની ચપેટમાં આવી રહ્યો હોય સત્વરે આયોજન કરી નારગોલના દરિયા કિનારે જરૂરી સુરક્ષા દીવાલનું નિર્માણ કરવાની માંગ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *