આજે અમે તમને પદ્મનાભ સ્વામી મંદિરના એવા રહસ્યોથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય. પદ્મનાભ સ્વામી મંદિરની ખ્યાતિ આ મંદિરમાં સ્થાપિત મૂર્તિને કારણે નથી, પરંતુ હજારો વર્ષોથી આ મંદિરમાં હાજર રહેલા રહસ્યમય દરવાજાઓને કારણે છે. આમાંનો એક દરવાજો એવો છે જે છેલ્લા ઘણા સમયથી બંધ છે.
આ દરવાજો બોલ્ટ બી તરીકે પણ ઓળખાય છે. તેના પર સાપના આકારનું ચિત્ર છે. સ્થાનિક લોકોના મતે જો સાતમો દરવાજો ખોલવામાં આવે તો અનેક અશુભ ઘટનાઓ બને છે. એવું કહેવાય છે કે, એકવાર એક વ્યક્તિએ આ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જ સમયે તેને એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ઘણા લોકો માને છે કે સાપ ખજાનાની રક્ષા કરે છે. આ દરવાજા પર કોઈ તાળું નથી.
પરંતુ આ મંદિરના પૂજારીઓ અને ધાર્મિક લોકોના મતે, એવા મહાન યોગી છે જે આ દરવાજો ખોલશે અને આખી દુનિયાની સામે અંદરના તમામ રહસ્યો લાવશે. જેને આખી દુનિયા ન કરી શકી, તે આ કામ એકલા હાથે કરશે. જોકે મંદિરના સાતમા દરવાજાની અંદર કેટલો ખજાનો છુપાયેલો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
ઈતિહાસકાર અને સેલાની એમેલી હેચ એ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, વર્ષ 1931માં જ્યારે આ દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે હજારો નાગાઓએ મંદિરનો દરવાજો ઘેરી લીધો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે ટી.પી. સુંદર રાજન, જેમની અરજીના કારણે આ દરવાજો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમનું અચાનક અવસાન થયું હતું.
માન્યતાઓ અનુસાર, પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો ગરુડ મંત્રના પાઠ પછી જ ખોલી શકાય છે. જો પૂજારી મંત્રનો પાઠ કરતી વખતે કોઈ ભૂલ કરે છે, તો તે મૃત્યુ પામે છે. આ કારણે પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો આજે પણ રહસ્યનો વિષય છે. અત્યાર સુધી તેના રહસ્ય પરથી પડદો પડયો નથી.
કહેવાય છે કે, સાતમો દરવાજો ખોલવાને લઈને ઘણો વિવાદ થયો હતો. તેને જોતા સુપ્રીમ કોર્ટે તે દરમિયાન આ મામલે હસ્તક્ષેપ કર્યો અને સાતમો દરવાજો ખોલવા પર રોક લગાવી દીધી. કહેવાય છે કે જ્યારે છેલ્લા 6 દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે ખજાનાનો જથ્થો બહાર આવ્યો હતો. તેનાથી પણ વધુ ખજાનો સાતમા દરવાજાની અંદર હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.