બાઇક બંધ કર્યા પછી કેમ આવે છે ટિક-ટિક અવાજ ? જાણો શું છે કારણ

Bike News: આપણે ઘણી વખત અનુભવ કર્યો હશે કે તમે જ્યારે બાઈક ચલાવીને આવો છો અને બાઈક બંધ કરી તેને પાર્ક કર્યા બાદ તેના સાઇલેન્સર પાસેથી (Bike News) ટીક ટીક એવો અવાજ સાંભળવા મળે છે.

તમે ઘણી વખત વિચાર્યું પણ હશે, પરંતુ આના પાછળનું કારણ તમે નહીં જાણતા હોવ. આજે અમે તમને એ અવાજનું રહસ્ય જણાવીશું. શા માટે એવો અવાજ આવે છે??

હકીકતમાં બાઈકમાંથી નીકળતા ધુમાડામાં હાનિકારક પદાર્થો રહેલા હોય છે. જેમાંનો એક છે કાર્બન મોનોક્સાઈડ. તેના લીધે હવાનું પ્રદૂષણ ફેલાય છે. આ સાથે જ તેમાં હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઈડ પણ રહેલા હોય છે. જે પ્રદૂષણ, એસિડ વર્ષા અને ગ્રીનહાઉસ ઈફેક્ટનું કારણ બને છે.

એટલા માટે બાઈકના સાઇલેન્સરમાં કેટાલેટીક કન્વર્ટર ફીટ કરેલું હોય છે. આ કન્વર્ટર આ તમામ હાનિકારક તત્વો સાથે રિએક્શન કરે છે અને કાર્બન મોનોક્સાઈડને કાર્બન ડાયોક્સાઇડ માં રૂપાંતરિત કરે છે.

એટલા માટે જ્યારે તમે બાઈક ચલાવો છો ત્યારે સાઇલેન્સર ગરમ થાય છે અને કન્વર્ટરની અંદર રહેલી પાઇપ પણ ગરમ થાય છે અને તે ફેલાવવા લાગે છે. જ્યારે તમે બાઈક બંધ કરો છો ત્યારે આ પાઇપ પણ ઠંડી થઈ જાય છે. અને ધીમે ધીમે સંકોચાવા લાગે છે. જેના કારણે ટીક ટીક એવો અવાજ આવે છે. જો તમારી બાઈકમાં પણ આવો અવાજ આવતો હોય તો તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી કારણ કે આ એક કોમન પ્રક્રિયા છે.