સરકારે કોરોનાવાયરસ મહામારી થી કેટલાંક ક્ષેત્રોને 20 એપ્રિલથી શરૂ કરવા જઈ રહી છે તેનું એક નવું લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં આયુષ સહિત સ્વાસ્થ્ય સેવાઓ, ખેતી તેમજ બાગાયતી ગતિવિધિઓ, વૃક્ષારોપણ, માછલી ઉદ્યોગ, ચા કોફી અને પશુપાલનને રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને કાબૂમાં રાખવા માટે lockdown ને ત્રણ મે સુધી વધારી દીધું છે.
આ લિસ્ટમાં નાણાકીય તેમજ સામાજિક સેવા ક્ષેત્ર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા જેવી પ્રાઇવેટ સંસ્થાઓ, નાની હોટલોની પણ રાખવામાં આવી છે. દેશના એવા વિસ્તારો જ્યાં કોરોનાવાયરસ નો પ્રભાવ વધારે નથી રહ્યો તેવા ક્ષેત્રોમાં 20 એપ્રિલથી આ સેવાઓને પરવાનગી આપવામાં આવશે. સરકારે ચેતવણી આપી છે કે આ ગતિવિધિઓને મંજૂરી આપવા નો મતલબ જનતાની મુશ્કેલીઓને ઓછી કરવાનો છે. પરંતુ હાલના દિશાનિર્દેશોનું પાલન કરશે તો જ આ વસ્તુ ની અનુમતિ રહેશે. સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત ક્ષેત્રના ઓફિસો,કાર્ય સ્થળ અને કારખાનાઓમાં manak સંચાલન પ્રક્રિયાના સંબંધમાં તૈયારીઓ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
Here is a list of what will remain open all over India with effect from 20th April 2020.
This will NOT be applicable in the containment zones.
Let us all fight together against #Covid19#IndiaFightsCorona#StayHomeStaySafe pic.twitter.com/d1EG0CMEOa
— Ravi Shankar Prasad (@rsprasad) April 18, 2020
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે શનિવારે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે આ એ ચીજ વસ્તુઓનું લીસ્ટ છે જે 20 એપ્રિલ 2020 થી ભારત માં ખુલશે. જોકે તેમણે આ કોરોના વાયરસ સંક્રમિત ક્ષેત્રો માટે લાગુ નહીં થાય એવું કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news