બિહાર(Bihar) અનેક રીતે પછાત રાજ્ય ગણાય છે. પરંતુ, હાલ સંબંધોનું એક આવું ઉદાહરણ જોવા મળ્યું છે જે 1999ની બોલિવૂડ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ(Hum dil de chuke sanam)ની યાદ અપાવે છે. બિહારના જમુઈ(Jamui)માં પતિ-પત્ની અને વોની એક અદ્ભુત લવ સ્ટોરી(Love story) સામે આવી છે. જેમાં લગ્ન જીવનના બે વર્ષ દરમિયાન પ્રેમીની એન્ટ્રી થાય છે. જ્યારે પતિને આ વાતની જાણ થઈ તો તેણે તેના લગ્ન તેની પત્નીના પ્રેમી સાથે કરાવી દીધા.
કોઈપણ સંબંધનો આધાર પ્રેમ, સમર્પણ અને બલિદાન છે અને આવું જ કંઈક જમુઈમાં જોવા મળ્યું હતું. જણાવી દઈએ કે, આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પતિ વિકાસ તેની પત્ની શિવાનીના તેના પ્રેમી સચિન સાથે લગ્ન કરાવતો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વાયરલ વીડિયો બેંગ્લોરનો છે પરંતુ હકીકતમાં તે બિહારના જમુઈ જિલ્લાનો છે.
જણાવી દઈએ કે, પત્નીના પ્રેમી સાથે લગ્ન કરવાનો આ કિસ્સો લગભગ એક અઠવાડિયા પહેલાનો છે. પરંતુ તેની સત્યતાનો દાવો કરી શકાય નહિ. આ વીડિયોમાં વિકાસ તેની પત્નીને તેની મરજીથી તેના પ્રેમી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. આ ઉપરાંત એમ પણ કહી રહ્યો છે કે, તેને ફોટો મળ્યા બાદ શિવાનીના પ્રેમ સંબંધની ખબર પડી હતી. આટલું જ નહીં તે જણાવે છે કે શિવાનીનું સચિન સાથે લગ્ન પહેલા જ અફેર હતું.
મળતી માહિતી મુજબ, વિકાસ જમુઈ જિલ્લાના સોનો પોલીસ સ્ટેશન વિસ્તારના બલથર ગામનો રહેવાસી છે અને તેની પત્ની શિવાની કુમારી જમુઈના ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના દાનસિંહડીહ ગામની રહેવાસી છે. વિકાસે તેની પ્રથમ પત્નીના અવસાન બાદ બે વર્ષ પહેલા જ શિવાની સાથે લગ્ન કર્યા હતા.
જાણવા મળ્યું છે કે, શિવાનીનું જેની સાથે અફેર હતું તે છોકરો સચિન પણ જમુઇ જિલ્લાના ઝઝહ પોલીસ સ્ટેશન વિસ્તારના કાબર ગામનો રહેવાસી છે. લગ્ન પછી વિકાસ શિવાની સાથે બેંગ્લોરમાં રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરે છે. શિવાનીનો પ્રેમી સચિન તેને શોધતો બેંગ્લોર આવ્યો હતો. જે બાદ વિકાસે બંનેના લગ્ન કરાવી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.