મનોરંજન(Entertainment): ભોજપુરી ફિલ્મ(bhojpuri film) લગ્રનના શૂંટિગ માટે અયોધ્યા આવેલી ભોજપુરી સિનેમા(Bhojpuri Cinema)ની જાણીતી હિરોઈન આમ્રપાલી દુબે(Amrapali Dubey)ની લાખોની કિંમતના ઘરેણા અને મોબાઈલ ગુરૂવારના રોજ એટલે કે ગઈકાલે ચોરી થઇ ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ઓળખ કરી લેવામાં આવી હતી.
જો વાત કરવામાં આવે તો ભોજપુરી ફિલ્મ લગ્નનાં શૂટિગ માટે અયોધ્યમાં આવેલી ભોજપુરી સિનેમાની જાણીતી હિરોઈન આમ્રપાલી દુબેની લાખોની કિંમતના ઘરેણા અને મોબાઈલ ગુરૂવારના રોજ ચોરાઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ચોરી શાન-એ-અવધ હોટલમાં થઈ હતી. જ્યાં તે હિરોઈન રોકાઈ હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજના આધારે ગુનો નોંધી ચોરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે, આમ્રપાલી દુબે તેના શૂટિંગના સબંધમાં અયોધ્યામાં સિવિલ લાઈન્સમાં આવેલી શાન-એ-અવધમાં હોટલમાં રોકાઈ હતી અને 25 લાખથી વધુના દાગીના હતા.
બુધવારના રોજ સાંજે અયોધ્યા ધામમાં શૂટિંગ કર્યા પછી તે સિવિલ લાઈન્સ સ્થિત હોટલમાં આવી હતી. તે દરમિયાન સવારે તેના ત્રણ મોબાઈલ, વીંટી, બ્રેસલેટ, નેકલેસ સહિત 25 લાખથી વધુની કિંમતના દાગીના ગાયબ થઇ ગયા હતા. આ વાતની જાણ થતા જ હોટલમાં ચકચાર મચી જવા પામી હતી અને પોલીસ મથકમાં ચોરીનો ગુનો દાખલ થયો હતો.
CCTV કેમેરામાં શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો:
મળતી માહિતી અનુસાર, કેસ નોંધાતાની સાથે જ પોલીસ દ્વારા અયોધ્યાથી હોટલ સુધીના તમામ CCTV કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો હતો. ત્યારે પોલીસની ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે સીઓ સિટી શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ ચોરી કરનાર વ્યક્તિ CCTV કેમેરામાં ઝડપાઈ ગઈ છે. આ દરમિયાન આમ્રપાલીના રૂમમાં આમ્રાપાલી સિવાય હોટલનો સ્ટાફ પણ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.