ધનીરામ મિત્તલ, આ નામ કદાચ જ તમે સાંભળ્યું હશે. આને ભારતનો સૌથી ચતુર ચોર માનવામાં આવે છે. એક એવો ચોર જે બે મહિના સુધી જજની ખુરશી પર બેસી ફેંસલો સંભળાવતો રહ્યો. હવે આવા ચોરને ચતુર ચોર કહેશો કે બીજું કંઈ. તો ચાલો આ ચોર વિશે કેટલીક ખાસ વાતો જાણી લઈએ.
કહે છે કે ધનીરામ મિત્તલે 25 વર્ષની ઉંમરમાં ચોરી ને પોતાનો ધંધો બનાવી લીધો. વર્ષ 1964માં તેને પહેલી વખત ચોરી કરતાં પોલીસે પકડયો હતો. હાલ તો તેની ઉંમર લગભગ ૮૦ વર્ષ જેટલી છે. જો કે કોઈને પણ ખબર નથી કે આ ચોર ક્યાં છે અને કેવો છે?
કહે છે કે ઇતિહાસમાં સૌથી વધારે વખત ગિરફતાર કરવામાં આવેલા પહેલો અને એકમાત્ર ચોર છે. તેને છેલ્લે 2016 માં ચોરી કરતા ગિરફતાર કરવામાં આવ્યો હતો. જોકે તે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. કહે છે કે ધનીરામ અત્યાર સુધી લગભગ ૧૦૦૦ થી વધારે ગાડીઓ ચોરી ચૂક્યો છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ ચોર ફક્ત દિવસના અજવાળામાં ચોરી કરે છે.
ધનીરામ સાથે જોડાયેલી એક રોચક કહાની છે. વર્ષો પહેલા તેને ગિરફ્તાર કરી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે જે જજ હતાં તે ઘણીવાર પોતાની અદાલતમાં ધનીરામ ને જોઈ ચુક્યા હતા. એટલા માટે ખિજાઈને તેમણે કહ્યું કે તું મારી અદાલતમાંથી બહાર જા. ત્યારબાદ તે જવા માટે ચાલી નીકળ્યો. તેની સાથે આવેલા બે પોલીસ કર્મીઓ પણ તેની સાથે બહાર ચાલ્યા ગયા. જ્યારે અદાલતમાં તેનું નામ બોલવામાં આવ્યું તો પોલીસના હાથ પગ ફુલવા લાગ્યા, કેમકે તે તો ભાગી છૂટ્યો હતો.કહેવાય છે કે તેણે પોલીસ કર્મીઓને એવું કહ્યું હતું કે હવે તો જજ સાહેબે પણ મને જવા માટે કહ્યું હતું ને.
ધનીરામ મિત્તલે એલ.એલ.બી ની ડીગ્રી પણ મેળવી હતી. આ ઉપરાંત તેણે હેન્ડરાઇટિંગ વિશેષજ્ઞ અને ગ્રાફોલોજી ની ડીગ્રી પણ મેળવી હતી. તેણે આ ડિગ્રીઓ પોતાની જોડી કરવા માટે મેળવી હતી. આ ડિગ્રીઓ ની મદદથી તે ગાડી ચડતો અને તેના ખોટા કાગળ બનાવી તેને વેચી દેતો હતો.
ધનીરામ નું સૌથી રોચક અને વિચિત્ર આકારના મૂકે છે કે તેણે બે મહિના સુધી જજની ખુરશી ઉપર બેસી નિર્ણયો આપ્યા હતા અને તેના વિશે કોઈને પણ ખબર ન પડી હતી. દુનિયામાં આવું કારનામું કદાચ તે જ કર્યું હોય. તેણે ખોટા કાગળ બનાવી હરિયાણાના ઈજ્જરકોર્ટના એડિશનલ સેશન જજ ને લગભગ બે મહિના સુધી રજા ઉપર મોકલી દીધા હતા અને તેના બદલે તે પોતે જજની ખુરશી પર બેસી ગયો હતો.કહેવાય છે કે તેણે બે મહિનામાં બે હજારથી પણ વધારે અપરાધીઓને જમાનત પર છોડી મૂક્યા હતા, જોકે તેણે ઘણા આરોપીઓને જેલમાં પણ મોકલી આપ્યા હતા. જોકે બાદમાં આ મામલાનો ખુલાસો થયો હતો તે પહેલાં જ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.ત્યારબાદ જે અપરાધીઓને તેણે જમાનત ઉપર છોડવાનો નિર્ણય સંભળાવ્યો હતો તેને ફરીથી પકડીને જેલમાં નાખવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.