પટેલ મહિલા પાસે મામલતદારને લાંચ આપવા પૈસા ન હોવાથી, લાંચ રૂપે આપી ભેંસ- જાણો વિગતે

રેવેન્યૂ ઓફિસમાં મામલતદારને લાંચ રૂપે એક મહિલા ભેંસ આપવા માટે પહોંચી. આ મહિલાએ જણાવતા કહ્યું કે, તેની પાસે નામ બદલાવવા લાંચ આપવા માટે એકપણ પૈસા…

રેવેન્યૂ ઓફિસમાં મામલતદારને લાંચ રૂપે એક મહિલા ભેંસ આપવા માટે પહોંચી. આ મહિલાએ જણાવતા કહ્યું કે, તેની પાસે નામ બદલાવવા લાંચ આપવા માટે એકપણ પૈસા નથી. માટે તેણે અધિકારીને કહ્યું કે તેઓ લાંચ રૂપે તેની ભેંસ લઈ લે. સાથે-સાથે મહિલાએ આરોપ લગાવ્યો છે કે નામ બદલવા માટે અધિકારીઓ તેની પાસે લાંચ માગી રહ્યા છે.

અધિકારીઓએ ભેંસને પરત આપી દીધી અને તેમના પર લાંચ માગવાના આરોપને પણ ફગાવી દીધો. તેમણે જણાવતા કહ્યું હતું કે, 14 નવેમ્બરના રોજ જ નામ બદલવાનું કામ થઈ ચૂક્યું છે અને મહિલાનું ભેંસને લઈને આવવું ષડયંત્રનો એક ભાગ છે. આ ઘટના મધ્ય પ્રદેશના સીધી જિલ્લાની છે. આ મહિલાનું નામ રામકલી પટેલ છે.

રામકલીએ કહ્યું કે, મેં મારી પૈતૃક સંપત્તિમાં નામ બદલવા માટે અરજી કરી હતી. મારી પાસેથી 10 હજાર રૂપિયાની લાંચ માગવામાં આવી, મેં આપી દીધા. પણ હજુ સુધી મારુ કામ થયું નથી. મારી પાસેથી ફરી પૈસા માગવામાં આવ્યા. કારણ કે મારી પાસે પૈસા નહોતા, માટે હું ભેંસ લઈને ગઈ. તો મામલતદાર માઈકલ ટિર્કીએ માન્યું કે રામકલી લાંચ આપવા માટે તેની ભેંસ લઈને આવી હતી.

મામલતદારે જણાવતા કહ્યું કે, “કોઈએ રામકલી પાસેથી લાંચ માગી હતી. તેમનો મામલો SDM કોર્ટમાં છે, પણ તેમનું નામ 14 નવેમ્બર ના રોજ જ બદલી નાખવામાં આવ્યું છે. મેં તેમને ઓર્ડરની એક કોપી પણ મોકલી આપી છે. SDM આરકે સિન્હાએ કહ્યું કે, આ એક ષડયંત્રનો ભાગ છે. અમુક લોકોએ તેમને ભડકાવ્યા છે. તેને કારણે SDM કોર્ટમાં અફરાતફરી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *