તંત્ર ઊંઘતું રહ્યું અને તસ્કરો સુરતમાં ફરી એક વખત કિંમતી ચંદનના ઝાડ કાપી થયા ફરાર

સુરત શહેરના ચોક વિસ્તારમાં આવેલા ગાંધી બાગમાં અવારનવાર ચોરી થવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ફરી એક વખત તત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે જ સવારના રોજ ગાંધી બાગમાં નિયમિત રીતે સવારમાં ચાલવા માટે આવતા એક સામાજિક કાર્યકરની નજર આ ચંદનના ઝાડ પર પડી હતી અને તેમણે જોયુ તો ચંદનના ઝાડ કાપીને તેની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે. તે અંગે તેમણે SMCના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે આ ગાંધી બાગમાં સિક્યુરિટી હોવા છતાં ચોરીની ઘટના સર્જાઈ છે તેથી ઘણા સવાલો પેદા થઇ રહ્યા છે.

આ ગાંધી બાગમાં ખુબ જ કિંમતી ચંદનના ઝાડને કાપવાની ઘટના અનેક વખત સામે આવતી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કડક પગલા ભરવામાં આવતા નથી. આ ઘટના ઘટી ત્યાંથી અઠવા પોલીસ સ્ટેશન ખુબ જ નજીક આવેલું છે છતાં પણ અહિયાં વારવાર ચોરીની ઘટના બનતી રહે છે. તમને જણાવી દઈએ કે, બાગમાં તેમજ બાગની આસપાસ સીસીટીવી કેમેરા હોવા છતાં પણ તસ્કરો ચંદનનું ઝાડ કાપવામાં સફળ રહ્યા હતા. ત્યારે તંત્ર માટે શરમજનક વાત કહી શકાય કે, અનેક વાર ચંદનના ઝાડની ચોરી થયા બાદ પણ સુરક્ષા અંગે કોઈ નક્કર પગલા ભરી રહ્યા નથી.

જયારે ઘટનાની જાણ તંત્રને થઇ ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ CCTV ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ CCTV ફૂટેજમાં કોઈ યોગ્ય જાણકારી મળી હોય તેવું લાગ્યું નહી. અનેક વાર ચોરીની ઘટના ઘટ્યા બાદ પણ તંત્રના અધિકારીઓ કોઈ યોગ્ય નિર્ણય લઇ શકતા નથી. અઠવા પોલીસ સ્ટેશન ગાંધી બાગથી 200 મીટરના અંતરે હોવા છતાં પણ ત્યાં વારવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે જેને લઈને પોલિસના પેટ્રોલિંગ ઉપર પ્રશ્નાર્થ ઊભો થઇ રહ્યો છે.

સમાજસેવક ઝહિરા સાઈકલવાલાએ જણાવતા કહ્યું છે કે, હું દરરોજ સવારમાં મોર્નિંગ વોક કરવા માટે ગાંધી બાગ માં આવું છું અને મોર્નિંગ વોક કર્યા બાદ અહિયાં કસરત કરતી હોઉં છું. ત્યારે અચાનક જ ,મારી નજર ચંદનના ઝાડ ઉપર પડી અને મે નજીક જઈને જોયું તો ખબર પડી કે આ ઝાડ કોઈ ચોરી કરીને લઇ ગયું છે.  ત્યારે મેં તાત્કાલિક ધોરણે બગીચાની અંદર રહેલા અધિકારીઓને જાણ કરી હતી. આ પ્રકારની ઘટનાઓ અહી ઘણી વાર ઘટે છે અને તેને જોઇને કોર્પોરેશને તાત્કાલિક કડક પગલા લેવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *