બિહાર: એક જમાઈએ પોતાના સાસરિયાના ઘરમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હોવાનો બનાવો સામે આવ્યો છે. તેના સાસુ અને ભાભી આગમાં દાઝી ગયા હતા, જ્યારે સસરા અને અન્ય બાળકની હાલત નાજુક છે. આ કેસ પલાસી પોલીસ સ્ટેશન વિસ્તારના કનખુડિયા પંચાયતના હસનપુર નવા ટોલાનો છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે 45 વર્ષીય બીબી મર્જીના અને તેના 10 વર્ષના પુત્ર અબુઝારનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ ઇર્શાદ અને તેની પુત્રી શાહિસ્તાની હાલત નાજુક હોવાથી તેની સારવાર ચાલી રહી છે.
આ ઘટના બાદ ગામના લોકોનું ટોળું હસનપુરમાં એકત્ર થયું હતું. ગ્રામજનો અને પરિવારના સભ્યોનો આરોપ છે કે, મૃતકના જમાઈ અને તેના સાથીઓએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી. મોહમ્મદ ઈર્શાદ પહેલેથી જ આ ઘટનાની શંકા હતી અને તેણે પોલીસને પણ જાણ કરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોહમ્મદ ઇર્શાદની પ્રથમ પુત્રી નાની બેગમના લગ્ન ફરસાડાંગી ગામના મોજાસિમ સાથે થયા હતા. મોજાસિમે 15 દિવસ પહેલા તેની પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. આ અંગે માહિતી મળતાં નાની બેગમના પરિવારજનોએ વિરોધ કર્યો હતો. આ પછી મોજાસિમે નાની બેગમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે સાસરિયાઓને ધમકીઓ આપવાનું પણ શરૂ કર્યું.
ત્યારબાદ મોહમ્મદ ઈર્શાદે આ માહિતી પોલીસ સ્ટેશનને આપી હતી. ગ્રામજનો અને પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ફરિયાદ મળ્યા બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આરોપ છે કે શુક્રવારે વહેલી સવારે મોજાસિમ પેટ્રોલ ભરીને હસનપુર સાસરે આવ્યો હતો. તેણે પેટ્રોલ છાંટીને ઘરમાં આગ લગાવી દીધી. આગને કારણે ઘરમાં સૂતેલા સાસુ, સસરા અને બે બાળકો દાઝી ગયા હતા. બાદમાં ગ્રામજનોએ ચારેયને પીએચસી પલાસીમાં સારવાર માટે દાખલ કર્યા હતા.
પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ ચારેયને સદર હોસ્પિટલ, અરરિયામાં રીફર કર્યા. ત્યારબાદ તેમને જિલ્લા હોસ્પિટલમાંથી પણ રિફર કરવામાં આવ્યા હતા. મર્જીના અને અબુઝારને વધુ સારી સારવાર માટે હાયર સેન્ટર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા. આ અંગે એસએચઓ શિવપૂજન કુમારે જણાવ્યું કે, ગ્રામજનોએ જમાઈ પર પેટ્રોલ છાંટીને આગ લગાડવાનો આરોપ લગાવ્યો છે. હાલ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ સત્ય બહાર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.