રસ્તા પર શાકભાજી વેચતી માતાનો દીકરો બન્યો CA; વાયરલ વિડીયો જોઈ તમે પણ થઈ જશો ભાવુક

Success Story: મહારાષ્ટ્રમાં ફૂટપાથ પર શાકભાજી વેચતા માતા-પુત્રનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને કોઈપણ ભાવુક થઈ જશે. મહારાષ્ટ્રના મંત્રી રવિન્દ્ર ચૌહાણે પણ પોતાના એક્સ એકાઉન્ટ(Success Story) પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો યોગેશ થોમ્બરે અને તેની માતાનો છે, જેમણે CA ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી છે. 11 જુલાઈના રોજ સીએ ઈન્ટરમીડિયેટનું પરિણામ આવ્યા બાદ, યોગેશે ફૂટપાથ પર શાકભાજી વેચતી તેની માતાને જાણ કરી કે તે પાસ થઈ ગયો છે. જ્યારે તેણે કહ્યું કે તે સીએ બની ગયો છે, ત્યારે તેની માતા રડી પડી હતી. તેણે અશ્રુભીની આંખો સાથે પુત્રને ગળે લગાવ્યો.

સંજય નિરુપમે પણ આ વીડિયો શેર કર્યો છે
શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ પોતાના એક્સ હેન્ડલ પર માતા અને પુત્રનો આ ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું, “માતાએ તેના પુત્રને ગર્વથી ગળે લગાવ્યો. તાજેતરમાં CA ઓલ ઈન્ડિયા પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું.

ડોમ્બિવલીનો યોગેશ થોમ્બરે પરીક્ષા પાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો. માતા વર્ષોથી ફૂટપાથ પર શાકભાજી વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. પુત્રએ સફળતાના સમાચાર સંભળાવતા જ માતા ભાવુક થઈ ગઈ. યોગેશને ખૂબ ખૂબ અભિનંદન.”

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડણવીસે અભિનંદન પાઠવ્યા હતા
મા-દીકરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો યોગેશની મહેનતના વખાણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ યોગેશને અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય આસપાસના લોકો પણ તેની માતાને અભિનંદન આપવા આવ્યા હતા.

માતાને પ્રથમ ભેટ તરીકે સાડી આપી
દ્રઢ નિશ્ચય, મહેનત અને કંઈક હાંસલ કરવાની ભાવના સાથે, યોગેશે CAની પરીક્ષા પાસ કરી અને તેની પ્રથમ ભેટ તરીકે તેની માતાને સાડી ભેટમાં આપી. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોની આંખો ભીની થઈ ગઈ. યોગેશ અને તેની માતા ડોમ્બિવલી નજીક ખોની ગામમાં રહે છે. તેની માતા નીરા છેલ્લા 20-22 વર્ષથી ગાંધીનગર, ડોમ્બિવલીમાં શાકભાજી વેચે છે.