બેડ ખાલી હોવા છતાં વડોદરાની સયાજી હોસ્પીટલમાં દર્દીઓને નીચે સુવડાવ્યા- જવાબદાર કોણ? તંત્ર કે પછી…

હાલમાં જયારે સમગ્ર રાજ્યમાં બીમારીનો માહોલ ફેલાયો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂ-ચિકનગુનિયા સાથે વાઈરલ ઇન્ફેક્શન તથા તાવમાં…

હાલમાં જયારે સમગ્ર રાજ્યમાં બીમારીનો માહોલ ફેલાયો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂ-ચિકનગુનિયા સાથે વાઈરલ ઇન્ફેક્શન તથા તાવમાં દર્દીઓ સતત વધતા મેડિસિન વિભાગ દર્દીઓથી ઉભરાઈ રહ્યો છે.

દરરોજની OPD લગભગ બમણી થઇ ગઇ છે. હાલમાં 200થી વધારે દર્દીઓ મેડિસિન વિભાગમાં સારવાર લઇ રહ્યા છે યારે ટ્રોમા સેન્ટરના ચોથા, પાંચમા તથા છઠ્ઠા માળે કુલ 285 બેડમાંથી કુલ 62 જેટલા બેડ ખાલી હોવા છતાં 37 દર્દીઓને નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે.

બીજી બાજુ ચોથા માળે જ યુનિટ પાસે 13 જેટલા બેડ ધૂળ ખાઇ રહ્યા છે. જેને ઉપયોગમાં ન લેવાતા દર્દીઓને હાલાકીનો ભોગ સામનો કરવો પડી રહ્યો પડી રહ્યું છે. રોગચાળાના વાવર વચ્ચે દરરોજ દર્દીઓ સતત વધતા જઈ રહ્યા હોવા છતાં હોસ્પિટલનાં સત્તાધીશો આયોજનમાં ઉણા ઉતરી રહ્યા છે.

કોરોનાના કેસ ઘટી જવાની સાથે થોડા દિવસ સુધી હળવી રહેલ શહેરની સયાજી હોસ્પિટલમાં હવે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળાની સાથે સિઝનલ બિમારીના દર્દી સતત વધતાં જતા ફરી કોલાહલ તથા દર્દીઓની અવરજવરથી  હોસ્પિટલ ધમધમી રહી છે.

OPDમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી હતી. જયાં ખુબ લાંબા સમય પછી દર્દીનો ચેકઅપ માટે વારો આવ્યો હતો. આની સાથે જ મેડિસિન વિભાગની પણ આવી જ હાલત હતી કે, જયાં હાલમાં ડેન્ગ્યુના 35, ચિકનગુનિયાના 12 દર્દી સારવાર હેઠળ છે.

જયારે તાવ સહિતની સિઝનલ બિમારીના 150થી પણ વધારે દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે, ટ્રોમા સેન્ટરના ચોથા, પાંચમા તથા છઠ્ઠા માળે કુલ 285 બેડ પૈકી 62 જેટલા બેડ ખાલી હોવા છતાં 37 દર્દીઓને નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે.

બીજી બાજુ દાખલ કરેલ દર્દીઓ સિવાયના યુનિટમાં બેડ ખાલી પડેલા જોવા મળ્યા હતા. આ વિશે તબીબને પૂછતા આંતરિક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે વોર્ડ નકકી કરીને સારવાર અપાતી હોવાનું જણાવ્યું હતું. એક બાજુ બિમાર દર્દીઓ જમીન પર સૂઇને સારવાર મેળવી રહ્યાં છે. તો આ જ વિભાગના ચોથા માળે જ યુનિટ સી પાસે 13 જેટલા બેડ ધૂળ ખાતા નજરે જોવા મળ્યા હતા.

મેડિસિન વિભાગમાં બેડની અંધાધૂંધી
ચોથા માળ પર યુનિટ G માં આવેલ મેલ વોર્ડમાં કુલ 28 બેડ છે કે, જે ભરાઈ જતા અન્ય 7 દર્દીઓને નીચે સુવડાવવામાં આવ્યા હતા. જ્યારે યુનિટ G માં ફિમેલ વોર્ડમાં કુલ 21 બેડ ભરાઈ જતા 2 દર્દીઓને નીચે સુવડાવવામાં આવ્યા હતા. જો કે, આજ ફ્લોર પર યુનિટ C માં મેલ-ફિમેલ વોર્ડના 15-15 બેડ ખાલી જોવા મળ્યા હતા.

પાંચમાં માળ પર યુનિટ E-F માં ફિમેલ વોર્ડમાં કુલ 17 બેડ ભરાતા 5 બેડ નીચે પાથરીને દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ જ રીતે યુનિટ G ના મેલ વોર્ડમાં 31 બેડ ફૂલ થતા 5 દર્દીઓને નીચે બેડ પાથરીને સુદ્વાઈ દેવામાં આવ્યા હતા. જ્યારે ફ્લોર પર યુનિટ F ના મેલ વોર્ડમાં 32 બેડમાંથી કુલ 18 બેડ ખાલી જોવા મળ્યા હતા.

જ્યારે છઠા માળ પર યુનિટ A ના મેલ વોર્ડમાં દર્દીઓ વધતા જતા વ્યવસ્થાના અભાવે 7 દર્દીઓને તેમજ યુનિટ A ના ફિમેલ વોર્ડમાં 11 દર્દીઓને નીચે સુવડાવી દેવામાં આવ્યા હતા. જ્યારે યુનિટ D માં 6 બેડ ખાલી હોવા છતાં યુનિટ A માં નીચે સુઈ રહેલ દર્દીઓને સુવાડવાની તસ્દી લેવામાં આવી ન હતી.

ડેન્ગ્યૂની આગેકૂચ, નવા 38 કેસ સુદામાપુરીમાં મલેરિયાનો પગપેસાર:
શહેરમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાની સાથે-સાથે ટાઇફોઇડ-કમળાના કેસમાં સતત વધારો થતાં તંત્રની નિષ્ફળ છતી થઈ છે. મંગળવારે 38 કેસ ડેન્ગ્યુનાં તથા 9 કેસ ચિકનગુનિયાના નોંધાયા હતા. જ્યારે સુદામાપુરી વિસ્તારમાં મલેરિયા દેખાતા તંત્ર દોડતું થયું હતું. જ્યારે તાવના એક જ દિવસમાં 681 કેસ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *