ઊંડી ખીણમાં કાર ખાબકતાં માતા-પિતા સહિત વ્હાલસોયી દીકરીને ભેટ્યો કાળ- જાણો ક્યાંની છે આ કરુણ ઘટના?

માર્ગ અકસ્માતની કેટલીક ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી અન્ય એક સમાચાર સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં આવેલ કિન્નૌર જિલ્લાના યૂલા સંપર્ક રોડ પર બસ સ્ટેન્ડ પાસે મંગળવારનાં રોજ એક કાર 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી.

દુર્ઘટનાની આ ઘટનામાં પતિ-પત્ની તથા દીકરીનું મોત નીપજ્યું છે. જ્યારે કારમાં લિફ્ટ લેનાર મહિલા ગુમ છે. પોલીસ દ્વારા ખૂબ જ મહેનત કર્યા પછી ખીણથી આગળ ડેમ સાઇટથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે છોલ્ટૂ હોસ્પિટલ મોકલવામાં આવી હતી.

પોલીસ સ્ટેશન ટાપરીના કર્મચારીઓ દ્વારા કેસ નોંધીને દુર્ઘટનાના કારણોની તપાસ શરુ કરી દેવામાં આવી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે, દંપતી દીકરી તેમજ અન્ય મહિલાની સાથે ટાપરી બજારથી પોતાના ઘરે યૂલા બાજુ ઓલ્ટો કારમાં જઈ રહ્યા હતા. અચાનક ગાડી અનિયંત્રિત થતા રસ્તાથી 500 મીટર નીચે ખાબકી ગઈ હતી.

દુર્ઘટનામાં ગાડી ચલાવી રહેલ 36 વર્ષીય કૃષ્ણ કુમાર, તેમની પત્ની કલ્પાવતી તેમજ તેમની દીકરી રવિનાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. મૃતક કૃષ્ણ કુમાર હોમગાર્ડ તરીકે પુહ પોલીસ મથકમાં હાજર હતા. કારમાં લિફ્ટ લેનાર મહિલા ગંગાસરણી હજુ પણ ગુમ છે.

અંધારાને લીધે સર્ચ ઓપરેશન બંધ કરી દેવું પડ્યું હતું. બુધવારની સવારે ફરી તપાસ શરૂ કરવામાં આવી છે. કાર નદીમાં ખાબકી હોવાની જાણ થતાંની સાથે જ DSP ભાવાનગર રાજૂની આગેવાનીમાં ટાપરી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કિરણ કુમારી, એએસઆઇ પ્રીતમ, ASI રામલાલ તેમજ જિલ્લા પોલીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

એક અન્ય દુર્ઘટનામાં ટાપરી પોલીસ સ્ટેશન પાસે નેશનલ હાઇવે પર પાગલનાલાની પાસે એક કાર સતલજ નદીમાં ખાબકતાં જૂનિયર એન્જિનિયરનું મોત નીપજ્યું છે, જ્યારે એક અન્ય મહિલા ખુબ ગંભીર રીતે ઘાયલ છે. કારમાં સવાર જૂનિયર એન્જિનિયર દિવ્યા મહેતા તથા અન્ય મહિલા મીના કુમારી ચંગાલ ગામની રહેવાસી હતી.

તેઓ ભાવાનગર પ્રાધિકરણ કાર્યાલયથી ટાપરી બાજુ જઈ રહ્ય હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન કાર અનિયંત્રિત થઈને રામની ઝૂલા તથા પાગલનાલાની વચ્ચે રસ્તાથી 200 મીટર નીચે સતલજ નદીકાંઠે જઈને પડી હતી. પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી પરિજનોને સોંપી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *