એ એ નેતાજી ગયા…ચાલુ ભાષણમાં અચાનક તૂટી પડ્યું સ્ટેજ, જુઓ વિડીયો

Bihar Stage Colleps: બિહારના ગયાના ઇમામગંજ પ્રખંડમાં દુર્ઘટના થઈ છે. એક શાળાના વાર્ષિક કાર્યક્રમમાં હડકંપ મચી ગયો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન (Bihar Stage Colleps) તરીકે પહોંચેલા ઔરંગાબાદના સાંસદ અભય કુશવાહા દુર્ઘટનાનો શિકાર થઈ ગયા છે. સાંસદ સહિત ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ એક મંચ પર બેઠેલા હતા. અચાનક આ મંચ તૂટી ગયો જેમાં સાંસદ સહિત તમામ લોકો નીચે પડી ગયા હતા. હાલમાં તેનો વિડીયો પણ વાયરલ થયો છે.

શું છે સમગ્ર મામલો?
આ ઘટના સોમવારની છે. મંચ પડવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. કાર્યક્રમમાં મહેમાન માટે મંચ બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર્યકર્તાઓ અને સ્કૂલના શિક્ષકો પણ મંચ પર આવ્યા હતા. મંચ પર વધારે પડતો વજન હોવાને કારણે અચાનક તે તૂટી ગયો અને સાંસદ સહિત મંચ પર બેઠેલા તમામ લોકો નીચે પડી ગયા.

મંચ પડ્યા બાદ થોડીવારમાં અફર તફરીનો માહોલ સર્જાયો હતો. મંચ પડ્યા બાદ સાંસદને નજીવી ઇજાઓ પહોંચી છે. મંચ પડતી વખતે પહેલા જ સાંસદે ખુરશીને પકડી લીધી હતી, તેના લીધે તેને વધારે ઇજા પહોંચી નથી.

આ ઘટના એક જ સ્કૂલના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન ઘટી હતી. સ્કૂલના ઘણા કર્મચારીઓ પણ સાંસદનું સ્વાગત કરવા માટે સ્ટેજ પર ચડી આવ્યા હતા. જેનાથી ક્ષમતાથી વધારે વજન થઈ ગયો હતો.

સાંસદનું નિવેદન સામે આવ્યું
સાંસદ અભય કુશવાહાએ કહ્યું કે આ પ્રકારની ઘટના ક્યારેક ક્યારેક બને છે. તેઓ આ ઘટના બન્યા બાદ પોતાની જાતને સંભાળી અને લોકોને શાંત કરાવવામાં જોડાયા હતા. મંચની ઊંચાઈ ઓછી હતી જેના લીધે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. મંચ પર ક્ષમતાથી વધારે લોકો ચડી જવાને કારણે આ ઘટના બની હતી.