વિપક્ષનાં દિગ્ગજ નેતા- મોદીએ ફરી વાર ભારતને આવું દિશાહીન બજેટ આપ્યું

તમામ યોજનામાં પીપીપી મોડલ દાખલ કરીને મોદી સરકાર હવે દેશની જનતાની તમામ જવાબદારીઓમાંથી હાથ ઊંચા કરીને હવે ભાર સામાન્ય જનતા પર નાખવા માગે છે. તેમજ મહામૂલી રાષ્ટ્રીય સંપતિ ઉદ્યોગપતિઓને આપવા માગે છે તે આ કેન્દ્રિય બજેટ સાથે સાબિત થાય છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આણંદ સર્કિટ ખાતે કેન્દ્રિય બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘યુવાનોની બેરોજગારી ઉપર ધ્યાન નહીં આપી કેન્દ્ર સરકારે એક સામાજીક-આર્થિક અસમાનતા ઉભી કરવાનો દુર્ભાગ્યપૂર્ણ પ્રયત્ન કર્યો છે.

ભયાનક મંદી-બેરોજગારીનો સામનો કરી રહેલા ગુજરાતમાં ચાલતા કાપડ-જેમ્સ, જ્વેલરી ઉદ્યોગ માટે પણ સરકારના બજેટમાં કોઇ આયોજન નથી. ખરા અર્થમાં સરકારને ભારતીય અર્થવ્યવસ્થાની સમજ હોય તો જમીનથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરીને રોજગારી ઉભી કરવાની જરૂર છે.

મહિલા સશક્તિકરણનો ફક્ત વાતો કરતી ભાજપ સરકારે ઈન્કમ ટેક્સ એક્ટ, એમએસએમઈ સહિત કોઇપણ જગ્યાએ  મહિલા માટે વિશેષ જોગવાઇ કરી નથી. ખેડૂતો સાથે સરકારની છેતરપીંડી પણ હજુ ચાલુ જ છે. કેન્દ્રિય બજેટ ફરી એકવાર દિશાહિન, આયોજનહિન છે. સરકારી આવક ક્ષેત્રે વર્ષ 2019-20માં 1,12,660 કરોડનો ઘટાડો થયો છે.

એલઆઇસીનું વેચાણ આયોજન કરવાની વાત દર્શાવે છે કે આર્થિક ક્ષેત્રે સરકારી આવકમાં ઘટાડો થયો છે. શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રે સરકારી આયોજનમાં નજીવો વધારો તે આ ક્ષેત્રે સરકારનો નીરસ અભિગમ દર્શાવે છે. ભાજપે સત્તા સંભાળી છે ત્યારથી સરળીકરણના નામે કશું કર્યું નથી,ફક્ત વાતો જ કરી છે. આ બાબત ઇન્કમટેક્સના સ્લેબથી ફરી પુરવાર થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *