ગંભીર બીમારીથી પીડાતા આ માસુમ બાળકની મદદે આવી રૂપાણી સરકાર- જાણો વિગતવાર

ખુબ ઓછા એવા બાળકો હોય છે કે, જેમને ખુબ ગંભીર બીમારી હોય છે તેમજ એનો ઈલાજ પણ ખુબ મોંઘો હોય છે ત્યારે હાલમાં મહિસાગરના બાળક ધૈર્યરાજસિંહની મદદ માટે સરકાર પણ આગળ આવી છે. આની સાથે જ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ધૈર્યરાજસિંહ માટે 10 લાખની મદદ કરવામાં આવી છે.

ધૈર્યરાજસિંહને ખુબ જ મોંઘી ટ્રીટમેન્ટની જરૂર રહેલી છે. 22 કરોડ જેટલી માતબર રકમનું ઈન્જેકશનની જરૂરિયાત હોવાને લીધે સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પરિવાર માટે આટલી મોટી રકમ એકત્ર કરવી અસંભવ છે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા ઈન્જેક્શન પર લાગતા ટેક્સને માફ કરી દેવામાં આવ્યો છે.

એમ છતાં 16 કરોડ જેટલી રકમ ધૈર્યરાજના ઈલાજ માટે ખુબ જરૂરી છે ત્યારે સમગ્ર ગુજરાત તેમની મદદે આવ્યું છે. આની સાથે જ ગુજરાત સરકાર પણ એની મદદ માટે આગળ આવી છે ત્યારે સરકારનો આભાર આ પરિવારે માન્યો છે. હવે સંપૂર્ણ રકમ એકત્ર થઈ જાય એટલે ઈલાજની શરૂઆત કરી દેવામાં આવશે.

એક સામાન્ય પરિવાર માટે 16 કરોડનું ઈન્જેક્શન કેવી રીતે શક્ય બને:
ફક્ત 4 મહિનાના ધૈર્યરાજને મદદની ખુબ જરૂર છે. આ વાતની જાણ તમામ લોકોને થઈ ગઈ છે. SMA-1 નામની ગંભીર બીમારી લાખોમાં કોઈ એક બાળકને થતી હોય છે તો સામાન્ય પરિવારના કોઈ બાળકની આ બીમારી દૂર કરવા માટે 16 કરોડ જેવી મોટી રકમ લાવવી એ અકલ્પનિય છે. જેની માટે સહિયારો સાથ હોવો ખુબ જરૂરી છે.

દુર્લભ બીમારીથી પીડિત ધૈર્યરાજસિંહ માટે સુરતમાંથી પણ ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. સુરતનો કિન્નર સમાજ ફરી એકવખત મદદે આવ્યો છે. ઉધના દરવાજા નજીક તેઓ સિગ્નલ પાસે ઉભા રહીને ફંડ ઉઘરાવે છે. આની સાથે જ થલતેજનાં પટેલ પરિવારે દાન કર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *