Fig cultivation: અંજીરનો ઉપયોગ ભારત સહિત અન્ય દેશોમાં પણ કરવામાં આવે છે. આ એક મીઠું અને પોષક તત્વોથી ભરપૂર ડ્રાયફ્રુટ છે, જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. અંજીરની ખેતી કરી ખેડૂતો સારી એવી કમાણી કરી શકે છે. આ જ ક્રમમાં બિહાર સરકાર અંજીરની ખેતીને (Fig cultivation) પ્રોત્સાહન આપવા માટે ‘અંજીર ફલ વિકાસ યોજના’ અંતર્ગત કાર્યક્રમ ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને અંજીરના રોપાઓ લગાડવા માટે સરકાર સબસીડી આપી રહી છે.
અંજીરની ખેતી માટે મળશે 50,000 ની સબસીડી
બિહાર કૃષિ વિભાગ તરફથી કરવામાં આવેલ એક ટ્વીટ અનુસાર, બિહાર રાજ્ય સરકારમાં અંજીર ની ખેતીને પ્રોત્સાહન આપવા માટે 60% સબસીડી આપી રહી છે. આ અંતર્ગત ખેડૂતો અંજીરના રોપા વાવવા માટે પ્રતિ એકર 50,000 રૂપિયાના 60 ટકા એટલે કે 30000 લઈ શકે છે. તેમજ ખેડૂતોને આ ધન રાશી ત્રણ હપ્તામાં આપવામાં આવશે. પહેલો હપ્તો ૩૦ હજાર રૂપિયા, બીજો અને ત્રીજો હપ્તો 10-10 હજારમાં ખેડૂતોને આપવામાં આવશે. આનાથી ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહેશે.
“અંજીર ફળ વિકાસ યોજના”નો લાભ ઓછામાં ઓછી 0.25 એકર અને વધુમાં વધુ 10 એકર જમીન ધરાવતા ખેડૂતોને મળશે. તમને જણાવી દઈએ કે અંજીરની ખેતીમાં એક હેક્ટરમાં ખેડૂતો 625 છોડ વાવી શકે છે. આની ખેતીમાં બે છોડ વચ્ચે 4 મીટર નું અંતર રાખવાનું હોય છે. અંજીરની ખેતી કરવાનો ખર્ચ 1 લાખ 25 હજાર રૂપિયા જેટલો આવે છે.
અંજીરની ખેતી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું
અંજીરની ખેતી માટે મધ્યમ કાળી અને લાલ માટી ઉત્તમ હોય છે. સારા પાણી વાળી જમીન અંજીર માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેનાથી છોડ સડતા નથી અને કોઈપણ પ્રકારના રોગ લાગુ પડતા નથી. અંજીરની ખેતી માટે જૈવિક ખાતરનો જ ઉપયોગ કરી સુધારો લાવી શકાય છે.
આ યોજનાનો લાભ લેવા માટે આ પગલાંઓ અનુસરો
1. ખેડૂતો ઓનલાઇન પ્રોસેસ કરી શકે છે. તેના માટે રાજ્ય સરકારની horticulture.bhihar.gov.in વેબસાઈટ પર જાઓ.
2. ખેડૂતની અધિકારીક વેબસાઈટ પર જઈ આ યોજનાનો વિકલ્પ પસંદ કરો.
3. વિકલ્પો પસંદ કર્યા બાદ અંજીર ફલ વિકાસ યોજના પર ક્લિક કરો.
4. ત્યારબાદ અંજીરની ખેતી માં સબસીડી માટે આવેદન કરો.
5. ત્યાં ક્લિક કર્યા બાદ સામે રજીસ્ટ્રેશન ફોર્મ આવી જશે.
6. ત્યારબાદ તેમાં માંગેલી તમામ જાણકારીઓ ધ્યાનપૂર્વક ભરી દો.
7. તમામ ડીટેલ ભર્યા બાદ તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App