શેરબજાર તોફાની તેજી સાથે ખુલ્યું; સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા અંકનો જમ્પ, આ શેર મજબૂત

Stock Market: છેલ્લા કેટલાક દિવસોથી શેરબજાર રોકાણકારોને ડરાવે છે. સેન્સેક્સ લાલ નિશાન સાથે બંધ થઈ રહ્યો હતો, પરંતુ 15 ઓગસ્ટની રજા પછી જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ લીલા નિશાન સાથે ખુલ્યો(Stock Market) હતો અને ખુલતાની સાથે જ 800 પોઈન્ટના ઉછાળા પર પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારમાંથી મળેલા સકારાત્મક સંકેતોની અસર શુક્રવારે બજાર પર જોવા મળી હતી.

શેરબજારમાં તેજી
વૈશ્વિક બજારના મજબૂત સંકેતો વચ્ચે સ્થાનિક બજારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉત્કૃષ્ટ છૂટક વેચાણ અને બેરોજગારી ભથ્થાના આંકડાઓને કારણે અમેરિકન ઇન્ડેક્સમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. સવારે 9.46 વાગ્યા સુધીમાં સેન્સેક્સ +783.08 +0.99% વધીને 79,888.96 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

આજે અમેરિકાથી લઈને જાપાન સુધીના શેરબજારોમાંથી શુભ સંકેતો મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ-નિફ્ટી રોકેટ બની શકે છે. કારણ કે, અમેરિકામાં મંદીનો ડર ઓછો થયા બાદ અને તાજેતરના આર્થિક ડેટા બાદ એશિયન બજારોમાં તેજી સાથે વેપાર થયો હતો, જ્યારે અમેરિકન શેરબજારો રાતોરાત મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 24,400 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

રોકાણકારોને કરોડોનો ફાયદો થયો
શુક્રવારે 16 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 3.67 લાખ કરોડનો વધારો થયો છે. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.67 લાખ કરોડનો વધારો થયો છે. 14 ઓગસ્ટે BSA લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 4,44,29,443.69 કરોડ હતું, જે 16 ઓગસ્ટના રોજ બજાર ખૂલતાંની સાથે રૂ. 4,47,97,106.64 કરોડે પહોંચ્યું હતું.

અમેરિકા અને જાપાન તરફથી સારા સંકેતો
એશિયન બજારોમાં શુક્રવારે જાપાનનો નિક્કી 225 2.26 ટકા ઉછળ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 2 ટકા અને કોસ્ડેક 1.53 ટકા વધ્યો હતો. વોલ સ્ટ્રીટની તાજેતરની સ્થિતિની વાત કરીએ તો અમેરિકન શેરબજાર ઊંચા સ્તરે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 554.67 પોઈન્ટ વધીને 40,563.06 પર છે. જ્યારે S&P 500 88.01 પોઈન્ટ વધીને 5,543.22 પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારની મજબૂતીની અસર શુક્રવારે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.