બિહાર(Bihar)ના સમસ્તીપુર(Samastipur)માં એક વિદ્યાર્થીની (22) છેડતીના કારણે પરેશાન થઈને ચાલતી ટ્રેન(Train)માંથી કૂદી ગઈ હતી. ગામલોકોને તે ટ્રેકની બાજુમાં ગંભીર હાલતમાં મળી હતી. તેને રેલવે હોસ્પિટલ (Railway Hospital)માં દાખલ કરવામાં આવી છે. યુવતીને બંને પગ, હાથ અને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. તેના દાંત પણ તૂટી ગયા છે. તે મુઝફ્ફરપુર(Muzaffarpur)માં નર્સિંગ(Nursing)નો અભ્યાસ કરે છે. ટ્રેન દ્વારા તે બરૌની(Barauni)માં પોતાના ઘરે જવા રવાના થઈ હતી.
હોસ્પિટલમાં દાખલ યુવતીએ જણાવ્યું કે, તે મુઝફ્ફરપુરથી બરૌની જવા માટે બપોરે 3:15 કલાકે સાર્વજનિક ટ્રેનમાં ચડી હતી. જ્યાં તે બેઠી હતી ત્યાં 6 છોકરાઓ હતા. તેઓ ગંદી કોમેન્ટ કરવા લાગ્યા. જ્યારે તેણે ના પાડી તો તેણે તેને અહીં-ત્યાં સ્પર્શ કરવાનું શરૂ કર્યું. બાદમાં તે હેરાન થતા ગેટ પાસે આવી ગઈ હતી.
ઘરે મદદ માટે ફોન કરવા ગઈ ત્યારે છોકરાઓએ ફોન છીનવી લીધો અને ફરીથી સ્પર્શ કરવાનું શરૂ કર્યું. ટ્રેનમાં ઘણા લોકો હતા, પરંતુ કોઈ મદદ કરવા આગળ ન આવ્યું. શું કરવું તે સમજાતું નહોતું તો ટ્રેનમાંથી કૂદી પડવું જ યોગ્ય લાગ્યું.
યુવતીએ જણાવ્યું કે, તે આરોપીને ઓળખતી નથી. યુવતી ANMની વિદ્યાર્થીની છે. યુવતી મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના કોરાબધા રેલ્વે ફાટક નંબર 50 સીના OHE પોલ નંબર 31/12 પાસે ટ્રેનમાંથી કૂદી પડી હતી. ગામલોકોએ તેને રેલવે હોસ્પિટલમાં દાખલ કરી. યુવતીને બંને પગ, હાથ અને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. ટ્રેનમાંથી પડી જતાં તેના દાંત પણ પડી ગયા હતા.
જાણવા મળ્યું છે, યુવતી બેગુસરાય જિલ્લાની રહેવાસી છે. તે ઘરે પરત ફરી રહી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ ચોકીના પોલીસ ઈન્સ્પેક્ટર એનકે સિન્હાએ જણાવ્યું કે, પહેલા યુવતીની સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોના નંબર લઈને યુવતીને ફોન કરવામાં આવ્યો હતો. યુવતીની સ્થિતિની ગંભીરતાને જોતા તેને વધુ સારી સારવાર માટે રીફર કરવામાં આવી છે.
આ મામલામાં સમસ્તીપુર જીઆરપી પોલીસ સ્ટેશન અચ્છેલાલ સિંહ યાદવે જણાવ્યું કે, યુવતી ટ્રેનમાંથી પડી હોવાની માહિતી મળી હતી. બાદમાં ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી હતી. આરોપીઓની ઓળખ થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.