દેશમાં ફરીથી લાગુ થઈ શકે છે લોકડાઉન? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને કહ્યું- લોકડાઉન…

દેશમાં વધી રહેલા સંક્રમણને કારણે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ કોરોનાના આંતકને કારણે કેટલાય માસુમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર દેશમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોના બેડ ફૂલ થઈ રહ્યા છે અને ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ ઓક્સિજનની અછતને કારણે કેટલાય લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યને લોકડાઉન વિશે વિચારવા કહ્યું છે.

સમગ્ર ભારત દેશમાં કોરોનાની બીજી લહેર ખુબ ઘાતકી સાબિત થઈ છે. દેશમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે સુપ્રીમ કોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. ત્યારે આ સુઓમોટો અરજી પર ઘણા દિવસથી સુનાવણી ચાલી રહી છે. ત્યારે રવિવારે સુપ્રીમ કોર્ટે કેદ્ન સરકાર અને રાજ્ય સરકારને કોરોના સંક્રમણની ચેઈન તોડવા લોકડાઉન લગાવવા માટે વિચારવાની સુચના આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોરોનાની આ બીજી લહેર ખુબ ઘાતક છે જેમને કારણે કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વધી રહેલા વાયરસના સંક્રમણને અટકાવવા પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારોએ સામુહિક કાર્યક્રમો કે જેનાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેવા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા જોઈએ. ત્યારે વધી રહેલા સંક્રમણને કારણે સરકાર લોકડાઉન લાગુ કરવા પર વિચાર કરી શકે છે. સાથે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે લોકડાઉન દરમિયાન નાના અને મધ્યમ વર્ગને કઈ પણ મુશ્કેલી ન સર્જાઈ તેમને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવાની રહેશે અને કહ્યું છે કે લોકડાઉનને કારણે આર્થિક અને સામાજિક અસરની અમને ખબર છે, જેમની વધુ અસર ગરીબો પર પડે છે. લોકડાઉન લાગુ કરવાની આવશ્યકતા જણાય તો સરકારે ગરીબોને જરૂરિયાત પૂરી થઈ શકે તેની તમામ વ્યવસ્થા પહેલેથી જ કરવાની રહેશે.

દેશમાં આ કોરોનાની મહામારીએ આંતક મચાવ્યો છે અને સત્તત વધી રહેલું કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ જ નથીં લઇ રહ્યું. સમગ્ર દેશમાં દરરોજ રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. જયારે શનિવારના રોજ દેશમાં પહેલીવાર 4 લાખને પાર કેસ નોંધાયા હતા અને રવિવારે આ કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે 3 લાખ 68 હાજર નવા કેસ નોંધાયા હતા. જયારે 24 કલાકમાં 3417 લોકો મોતને ભેટ્યા હતા અને 3 લાખ 732 લોકોએ કોરોના સામે જંગ જીતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *