જનાર્દન સ્વામીએ કર્યું સગીરનું બ્રેઈન વોશ: છોકરો ઘરે રહેવા તૈયાર નથી, સ્વામી સાથે રમે છે નાઈટ…

Swaminarayan Gurukul controversy: ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગામે ખાતે સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા ધોરણ-10 ના એક કિશોરનું બ્રેઈનવોશ કરવાનું પરિવારના લોકો દ્ર્રારા આક્ષેપ મુકવામાં આવ્યો છે. કહેવાય છે ને, ગુરુને ભગવાનની ઉપાધી આપવામાં આવી છે. પરંતુ તે જ ગુરુ એક કિશોરનું બ્રેઇનવોશ કરી તેના મા-બાપની દૂર કરવાનું કામ કેમ કરી શકે. આવો જ એક કિસ્સો સ્વામિનારાયણ ગુરુકુળમાંથી (Swaminarayan Gurukul controversy) સામે આવી રહ્યો છે.

ગુરુકુળમાં દીકરાને સારા અભ્યાસની સાથે સારા સંસ્કાર મળે તે મા-બાપે ત્યાં મોકલતા હોય છે. પરંતુ ત્યાના જ એક સ્વામીએ કિશોરનું બ્રઇનવોશ કર્યું અને હવે કિશોર પોતાના માતા-પિતા સાથે રહેવા નથી માગતો. અને પોતે સાધુ બનવા માંગે છે. આવું મીડિયા નહી પણ ખુદ વિધાર્થીના માતા-પિતા કહી રહ્યા છે. અને પરિવારે કેટલાક પુરાવા પણ આપી રહ્યું છે.

સમઢીયાળા ગુરુકુળ વિવાદમાં
ગીર ગઢડા તાલુકાના સમઢીયાળામાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં પોતના દીકરાના ભણવા મુક્યો હતો. સારા અભ્યાસની સાથે સારા સંસ્કારના સિંચન માટે 3 વર્ષ સુધી ત્યાં ભણાવ્યો હતો. પરંતુ આજે કઈક અલગ પરિસ્થિતિ બની ગઈ છે, કિશોર પરિવાર સાથે રહેવા નથી માગતો. પરંતુ કિશોર ગુરુકુળમાં જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો અને સ્વામીએ એવી રીતે તેનું બ્રેઇનવોશ કર્યું છે કે, બાળકે પોતાના ઘરની મોહ માયા મૂકી દીધી.

વડલી ગામના કિશોરનું કર્યું બ્રેઇનવોશ!
વેકેશનમાં વિદ્યાર્થીઓ ઘરે આવવા વધારે ઉત્સુક હોય છે. પરંતુ અહીં કિશોર ગુરુકુળ જવાની જીદ કરે અને જમવાનું પણ છોડી દે છે. આ બધા લક્ષણોને જોતા દીકરાના પિતાએ તેની નોટબુક ચેક કરી તો. જાણવા મળ્યું છે કે, તેને પરિવાર વિરુદ્ધ ઉશ્કેરી સાધુ બનવાની પ્રેરણા આપવામાં આવી રહી છે. અનેક લખાણ એવા છે. જેમાં માતા-પિતા અને પરિવાર વિરુદ્ધ ખરાબ અને સંતો વિશે સારું લખાણ લખવામાં આવ્યું છે.

એટલું જ નહીં માતા-પિતાએ કિશોર પાસે સ્વામીને ફોન કરાવ્યો તો ગુરુકુળ આવવા માટે ન જમવાની પણ સલાહ આપી છે. હવે જ્યાં આવા સ્વામિઓ હોય ત્યાં કોઈ મા-બાપનું કિશોર કેવી રીતે સુરક્ષિત રહે. આ અંગે વાતચીત માટે મીડિયા ટીમ સમઢીયાળા પહોંચ્યા તો સ્વામી ત્યાંથી ગાયબ હતા. પરંતુ ગુરુકુળના આચાર્ય મળી ગયા. જેમણે પણ ગોળ-ગોળ વાતો કરી અને આ વાતથી અજાણ હોવાનું જણાવ્યું છે.

શું પરિવારથી વિમુખ થવાનું જ્ઞાન અપાય છે?
ગુરુકુળ કે, જ્યાં જ્ઞાનની સાથે-સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. નહીં કે, પરિવારને છોડી મુકવાનું જ્ઞાન આપવું જોઈએ. સવાલ અહીં એ છે કે, શું સમઢીયાળા સ્વામીનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી બાળકોના બ્રેઇનવોશ કરે છે? અને જો એવું નથી તો સ્વામી કિશોરને ભુખ્યા રહેવાનું કહી, પોતાની પાસે આવવાનું કેમ કહી રહ્યા છે..? આ સવાલનો જવાબ તો સ્વામી જ આપી શકે, જે હાલ ગાયબ થઈ ગયા છે.