હાલમાં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર કબ્જો મેળવ્યા બાદ તેમનો ક્રૂર ચહેરો પણ સામે આવી રહ્યો છે. તાલિબાનીઓની બર્બરતાનો ભોગ સૌથી વધુ મહિલાઓ બને છે અને ઘણા એવા દૃશ્યો સામે આવ્યા છે જે જાણીને કોઈનું પણ હૃદય કંપી ઉઠે. આ દરમિયાન, તાલિબાનોનો મહિલાઓ પર અત્યાચાર એ કંઇ નવી વાત નથી. આ દરમિયાન, તાલિબાનીઓના ચંગુલમાંથી ભાગીને ભારત આવેલી એક મહિલાએ તાલિબાનને લઇને જે ખુલાસો કર્યો છે તે ખુબ ચોંકાવનારો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તાલિબાની એટલા ખુંખાર છે કે તેઓ મહિલાઓની લાશો સાથે પણ સેક્સ કરે છે. આ સાથે જ તે અફઘાનિસ્તાનના દરેક ઘરમાંથી એક છોકરી પણ ઇચ્છે છે.
દિલ્હીમાં રહી રહેલી મુસ્કાન નામની એક મહિલાએ અફઘાનિસ્તાનથી આવીને પોતાની આપવીતિ કહી સંભળાવી હતી. એક સમયે પોલીસમાં કામ કરી ચૂકેલી મુસ્કાનને તાલિબાનના કારણે અફઘાનિસ્તાન છોડવું પડ્યું હતુ. તેણે કહ્યું કે, અમને ત્યાં ધમકાવવામાં આવતા હતા કે જો તમે કામ કરવા જશો તો તમારો પરિવાર ખતરામાં છે. એક વોર્નિંગ આપ્યા બાદ જો તમે વાત નથી માનતા તો ઉઠાવી લે છે અથવા માથામાં ગોળી મારી દે છે.
કાબૂલમાં તૈનાત રહેલી મુસ્કાન સાથે કામ કરતી મહિલા સાથે જે થયું તે ખુબ જ ક્રુર છે. તેણે જણાવ્યું કે, 20-25 દિવસ બાદ જ્યારે ડેડ બોડી મળી ત્યારે જોયું કે તે લોકો લાશ સાથે પણ શરીર સુખ માણે છે. મૃત્યુ થઇ ગયા બાદ લાશને પણ છોડતાં નથી. શું તમે આ વાતની કલ્પના કરી શકો છો?
મુસ્કાને વધુમાં કહ્યું કે, તાલિબાનીઓએ તેની એક સહકર્મીને કિડનેપ કરી હતી અને તેની સાથે હેવાન કરતાં પણ વધારે ખરાબ કૃત્ય કર્યુ હતું. લાશને પરિવારને પરત કરતા ધમકી આપી હતી કે, જો કોઇએ પણ પોલીસને આ વાતની જાણ કરી તો તેમની સાથે પણ આ જ વસ્તુ કરવામાં આવશે. ત્યારબાદ તે લોકોએ અફઘાનિસ્તાન છોડવાનો નિર્ણય કરી લીધો હતો. આ ઉપરાંત તાલિબાની ઇચ્છે છે કે, અફઘાનિસ્તાનના દરેક ઘરમાંથી એક છોકરી તેમને આપવામાં આવે. છોકરી આપો અથવા તો તે સમગ્ર પરિવારને જ મોતને ઘાટ ઉતારી દે છે. તેઓ 10-12 વર્ષની છોકરીને પણ ઉઠાવી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.