હાલમાં અકસ્માતના વધતા કેસોમાં ફરીવાર એક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. એક્સપ્રેસ વે પર મંગળવારે મોડી રાત્રે 12:30 વાગ્યે એક ડીઝલ ટેન્કરે કાબૂ ગુમાવ્યો અને ટેન્કર કાર પર પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. આ ઉપરાંત અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, મૃત્યુ પામેલા લોકોમાંથી 4 લોકો એક જ પરિવારના છે.
અકસ્માતમાં કાળનો કોળિયો બનેલો પરિવાર હરિયાણાના જિંદ જિલ્લાનો રહેવાસી હતો. અકસ્માતની માહિતી મળતાં DM નવનીત ચહલ અને SSP ગૌરવ ગ્રોવર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ કર્મચારીઓએ એક્સપ્રેસ વેના કર્મચારીઓ સાથે મળીને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઉપરાંત અકસ્માતમાં ટેન્કર પલટી ગયા બાદ લાંબા સમય સુધી ડીઝલ રસ્તા પર ફેલાતું જ રહ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત નૌઇજીળ વિસ્તારમાં માઇલ સ્ટોન 68ની નજીક થયો હતો. નોઈડા તરફથી એક ઝડપી સ્પીડમાં ટેન્કર આવી રહ્યું હતુ, જેણે કાબૂ ગુમાવ્યો હતો અને આગ્રાથી નોઈડા તરફ જતા માર્ગ પર આવી પહોચ્યું હતું અને HR 33 D 0961 નંબરની કાર પર પલટી ગયું હતું.
મૃતકોમાં પતિ-પત્ની અને તેમનાં બે બાળકોનો સમાવેશ
જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં માર્યા ગયેલા 7 લોકો જિંદના સફીદો ગામના છે. આમાંના 4 લોકો એક જ પરિવારના છે, જેમનાં નામ મનોજ, મનોજની પત્ની બબીતા, તેનો મોટો પુત્ર અભય, તેમનો નાનો પુત્ર હેમંત છે. આ ઉપરાંત મૃત્યુ પામનારાઓમાં કલ્લુ 10, હિમાદ્રી 14 અને ડ્રાઇવર રાકેશ પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle