પિતાએ વગર દહેજે કરાવ્યા દીકરાના લગ્ન, વહુ નહિ પણ દીકરી માની લગ્નના દિવસે જ આપી આ અમુલ્ય ભેટ

આજના મોર્ડન યુગમાં ઘણી જગ્યાયોએ દહેજ પ્રથા ચાલી છે. તેમજ ઘણી વાર તો આ દહેજ (dowry)ના કારણે દીકરીઓની જિંદગી પણ બરબાદ થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં રાજસ્થાન (Rajasthan)ના સીકર(Seeker) જિલ્લાના રોલસાબસર ગામની સરકારી સ્કૂલના એક શિક્ષકે(Teacher) દીકરાના લગ્નમાં અનોખી પહેલ કરી છે. શિક્ષકે પહેલાં તો સોફ્ટવેર એન્જીનિયર(Software Engineer) દીકરાના લગ્ન વગર દહેજે કર્યાં અને પછી વહુને દીકરી માની લગ્નની ગિફ્ટ તરીકે કાર આપી છે. આ જોઈ દરેક લોકો ચોકી ઉઠ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વિદ્યાધર ભાસ્કર સીકરના ફતેહપુરના શેખાવાટીના ઢાંઢણ ગામના રહેવાસી છે. તેઓ રોલસાહબસરની રાજકીય બાલિકા ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં વરિષ્ઠ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે 4 ફેબ્રુઆરી 2020એ પોતાના સોફ્ટવેર એન્જીનિયર દીકરા ભાસ્કર રામના લગ્ન ફતેહપુરના રામગઢ ગુદડવાસના સેવાનિવૃત સૂબેદાર રાજપાલ જાખડની દીકરી નિલમ જાખડ સાથે કર્યાં હતાં.

વિદ્યાધર ભાસ્કરે રામ અને નીલમના લગ્ન ધૂમધામથી કરાવ્યા હતા. તેમજ વિદ્યાધર ભાસ્કરે દીકરાના લગ્નમાં દહેજ નહીં લઈ સમાજને એક ખુબ જ સારો સંદેશ આપ્યો છે. જેના આગલા દિવસે ગામ ઢાંઢણમાં વહુની મુંહ દિખાઈ રસમમાં હ્યુન્ડાઈ કાર ગિફ્ટ આપી હતી. વિદ્યાધર ભાસ્કરના આ નિર્ણયની સમાજમાં અને આખા જિલ્લામાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

ત્યારે આ અંગે શિક્ષક વિદ્યાધર ભાસ્કરે જણાવ્યું કે, ‘સોફ્ટવેર એન્જીનિયર દીકરાના સંબંધ જોવાનું શરૂ કર્યું ત્યારથી ઘણાં સંબંધની વાત આવતી હતે. કોઈ દહેજમાં કાર તો કોઈ પ્લોટ આપવાનું કહેતું હતું. રોકડા રૂપિયા પણ આપવા માગતા હતા, પણ મેં નક્કી કરી લીધું હતું કે દેવભાષા સંસ્કૃત અને શાસ્ત્રોમાંથી દહેજ અંગે શિક્ષા લીધી છેે. તેને ખુદ પોતાના જીવનમાં ઉતારી તથા પોતાના દિકરાના વગર દહેજે લગ્ન કરીશ.’

આ અંગે ગામના સરપંચ જગદીશ શર્માએ જણાવ્યું હતું કે, સસરા દ્વારા લગ્નમાં દહેજ ન લઈ અને પછી મને દીકરી સમજીને કાર ગિફ્ટ આપવાથી હું ખુશ છું. આજે જ્યાં દીકરીને દહેજમાં કાર આપવામાં આવે છે, તો સસરા દ્વારા વહુને કાર આપવી અનોખી પહેલ છે.

હાલ નિલમ જયપુરની સુબોધ કૉલેજથી Msc કરી રહી છે. આ અંગે નીલમે કહ્યું હતું કે, મને એવું લાગી રહ્યું છે કે, લગ્ન પછી પણ હું પીયરમાં છું. મને બે માતા-પિતાના આર્શીવાદ મળ્યા છે. શિક્ષક વિદ્યાધર ભાસ્કરની આ પહેલ દરેક લોકો માટે પ્રેરણાદાયી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *