3 માર્ચ 2009ના લાહોર ખાતે શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર આતંકી હુમલો થયો હતો. જે પછી પાકિસ્તાનમાં કોઈ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં નહોતું આવ્યું.
પાકિસ્તાન માટે ઘર આંગણે ટેસ્ટ શ્રેણી રમવામાં દુકાળ સર્જાયા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ માટે રાહતના સમાચાર આવ્યા છે. પાકિસ્તાન શ્રીલંકા સામે 10 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી રમશે. ડિસેમ્બર મહિનામાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણીની મેચ થશે. જે માટે અનુકૂળ પરિસ્થિતિઓનું સર્જન થયું હોવાનું પાકિસ્તાન અને શ્રીલંકાના કિક્રિટ બોર્ડ દ્રારા વિશ્વાસ વ્યક્ત કરી કહેવામાં આવ્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, શ્રીલંકા પાકિસ્તાનમાં બે ટેસ્ટ મેચ રમશે. જેમાં પ્રથમ ટેસ્ટ 11થી 15 ડિસેમ્બર રાવલપિંડી ખાતેના પિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. જ્યારે કે બીજી ટેસ્ટ 19થી 23 ડિસેમ્બરની વચ્ચે કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે.
પીસીબીએ કહ્યું કે, શ્રીલંકાની ટીમ આ પહેલા ઓક્ટોબરમાં ટેસ્ટ મેચની શૃંખલા રમવાની હતી પણ હવે ડિસેમ્બરમાં રમશે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનમાં ટેસ્ટ શૃંખલા રમતા પહેલા તમામ સુરક્ષાની સ્થિતિ અંગે જોશે જે પછી ટેસ્ટ મેચ રમવા માટે આવશે.
પીસીબીના નિર્દેશક ઝાકિર ખાને આ વિશે જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ખરડાયેલી છબી બાદ આવેલી આ સૌથી મોટી ખબર છે. દુનિયાના કોઈ પણ દેશની માફક પાકિસ્તાન પણ એક સુરક્ષિત રાષ્ટ્ર છે. અમે શ્રીલંકન ક્રિકેટ ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રેણીને યાદગાર બનાવવા પાછળ અમે કોઈ કસર નહીં છોડીએ.
શ્રીલંકન ક્રિકેટ ટીમના મુખ્ય કાર્યકારી એશ્લે ડી સિલ્વાએ પણ ટીમના પ્રવાસની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી માટે આ સમય અનુકૂળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.