વર્લ્ડકપમાં ભારત હવે માત્ર બ્લુ નહી પણ કેસરી રંગની જર્સી પહેરીને રમતું જોવા મળશે- વાંચો આ રીપોર્ટ

વર્લ્ડ કપ 2019 માં ICC એ ઘણા બદલાવ કર્યા છે .જેમાં વર્લ્ડકપને રોચક બનાવવા માટે દરેક ટીમ માટે વૈકલ્પિક જરસી પહેરવા ની યોજના બનાવી છે.…

વર્લ્ડ કપ 2019 માં ICC એ ઘણા બદલાવ કર્યા છે .જેમાં વર્લ્ડકપને રોચક બનાવવા માટે દરેક ટીમ માટે વૈકલ્પિક જરસી પહેરવા ની યોજના બનાવી છે. જેના લીધે વર્લ્ડકપ રમવા વાળી દરેક ટીમ બે રંગોની જર્સીમાં રમતી નજરે આવશે નજર આવશે . નિયમો મુજબ icc ટુર્નામેન્ટ રમવા વાળી ટીમને બે કિટની જરૂર પડશે. જોકે આ નિયમ યજમાન ટીમ પર લાગુ નહીં પડે.

ભારતીય ટીમના ફેન ને આતુરતાથી રાહ હતી કે મેન ઇન બ્લૂ આખરે કેવા રંગની જર્સી માં નજર આવશે. ચાહકો જોવા માટે ઉત્સુક હતા કે કોહલી એન્ડ કંપની કયા રંગની વેકલ્પિક જર્સીમાં વિશ્વકપની બધી મેચો રમતી જોવા મળશે.

દર્શકોનો કોહલી એન્ડ કંપનીની અલ્ટરનેટિવ જર્સીમાં જોવાનો ઇન્તેજાર હવે પૂરો થઇ ગયો છે . મીડિયા રિપોર્ટ નું માનીએ તો ટીમ ઇન્ડિયા વિશ્વકપની વૈકલ્પિક મેચોમાં નારંગી રંગની જર્સી પહેરીને મેદાન પર ઉતરી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર વિશ્વકપની ટીમ ઇન્ડિયા માટે જે જર્સી સામે આવી છે એ પાછળ ની સાઈડ થી બિલકુલ નારંગી કલરની છે અને આગળ ના ભાગ નો રંગ સામે આવ્યો નથી.

માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમ આ જર્સી ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સામેની મેચમાં પહેરી શકે છે. જર્સી ને લઈને સૂત્રોનું કહેવું છે ,કે આ દેશ દર વખતે પહેરીને રમવામાં આવતી ટીમ ઇન્ડિયાની જર્સી નથી. જેને ટીમ ઈંડિયા માત્ર વર્લ્ડકપમાં જ પહેરી શકશે .કારણકે બે ટીમોના જર્સી નો રંગ પણ વાદળી છે. એટલા માટે ભારતીય ટીમ નારંગી રંગની જર્સી પહેરીને આ ટીમના સામે મેદાનમાં ઉતરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *