આજકાલના યુવાનોમાં બહારની ખાણી-પીણીનું પ્રમાણ સતત વધતું રહ્યું છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડમાં એક ટીનેજર સૌપ્રથમવખત નાઈટ આઉટ કરવા ક્લબમાં ગઈ ત્યારે ત્યાં ડ્રિંકમાં ગડબડ થતા તેને લકવા થઈ ગયો હતો. પેરાલાઈઝ્ડ દીકરીની માતાએ એનો વીડિયો શેર કર્યો છે. મિલિ ટેપ્લીન નામની યુવતી 18 વર્ષની થતા નાઈટઆઉટ માટે તેના મિત્રો સાથે ક્લબમાં ગઈ હતી. અહીં એક અજાણ્યા વ્યક્તિએ આપેલ ડ્રિંક મિલિને પીવું ભારે પડ્યું હતું.
મિલિની માતાએ કહ્યું, ક્લબમાં ક્યારેય અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો:
વીડિયોમાં જોવ મળી રહ્યું છે કે, તેનું જડબું એક બાજુ વળી ગયું છે તેમજ તેના હાથની આંગળીઓ પણ વળી ગઈ છે. મિલિની માતાએ વીડિયો પોસ્ટ કરી લખ્યું હતું કે, મારી દીકરી સાથે જે થયું તે બીજા કોઈ સાથે ન થાય. આથી હું તમને આ વાત શેર કરી રહી છું. ગમે ત્યારે ક્લબમાં જાઓ ત્યારે તમારું ડ્રિંક કોણ તેમજ કેવી રીતે બનાવવામાં આવે છે તેનું ધ્યાન રાખવું. કોઈ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવો ન જોઈએ.
બે ડ્રગ્સથી લકવાની અસર થઈ ગઈ:
નાઈટ ક્લબમાં પહેલાં બધું નોર્મલ જ હતું. મિલિ તેના મિત્રો સાથે ખુબ ખુશ હતી પરંતુ ડ્રિંક પીધા બાદ તેની હાલત લથડતા 4 કલાક સુધી તે કઈપણ બોલી શકી નહીં કે ચાલી પણ ના શકી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઇ જતા ડૉક્ટરે જણાવ્યું હતું કે, મિલિના ડ્રિંકમાં ડ્રગ્સ હતા કે, જેને કારણે મિલિને લકવા થઈ ગયો હતો.
મિલિ 18 વર્ષની થયા બાદ સૌપ્રથમવાર ક્લબમાં ગઈ હતી:
મિલિની માતા ક્લેરે વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, જો આ વીડિયો જોઈને બીજી પણ કોઈ છોકરીનો જીવ બચી જશે તો મારું કામ લેખે લાગશે. મિલિ 18 વર્ષની થયા બાદ સૌપ્રથમવખત ક્લબમાં ગઈ હતી. તેની હાલત જોઈને મને એમ થઈ રહ્યું છે કે, મેં તેની સાથે આવું કેમ થવા દીધું? કોણે મારી દીકરીને ડ્રિંક આપ્યું હશે?
હાલમાં મિલિની તબિયત ખુબ સારી છે:
મિલિએ જણાવ્યું હતું કે, થોડું ડ્રિંક કર્યા બાદ હું સ્મોકિંગ એરિયામાં ગઈ હતી કે, ત્યાંથી પાછી આવી તો મને લાગ્યું કે મેં વધુ પડતું ડ્રિંક કર્યું છે. મારા હાથ તથા પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. બાદમાં મારા મિત્રોએ મારી મોટી બહેનને બોલાવીને તેઓ મને હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાં મિલિનું શરીર 3થી 4 કલાક સુધી ફ્રોઝન જ રહ્યું. ધીરે-ધીરે તેની સ્થિતિ નોર્મલ થતા ડૉક્ટર દ્વારા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.