વહેલી સવારમાં ચોર ફેકટરીમાં ઘુસ્યો અને ફિલ્મીઢબે કામદારોના ફોન લઇને થયો છુમંતર- સમગ્ર ઘટના થઇ CCTVમાં કેદ

રાજસ્થાન: જયપુર જિલ્લાના માનપુર પોલીસ સ્ટેશનની સુસ્ત કામગીરીને કારણે આ વિસ્તારમાં બદમાશો બેફામ બની રહ્યા છે. પોલીસ સ્ટેશન નજીક 12 બદમાશોએ કોન્સ્ટેબલની હત્યા કર્યા બાદ, ઘૂણા ગામમાં કાર ચાલક સાથે લૂંટ, હવે પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર આવેલી ફેક્ટરીમાં ચોરીના બનાવ સામે આવ્યા છે. આ ઘટના મંગળવારે સવારે બની હતી, જ્યારે ચોરે સ્ટોન આર્ટ ફેક્ટરીમાં સુઈ રહેલા 6 કામદારોના મોબાઈલ ચોરી લીધા હતા. ચોરીની ઘટના ત્યાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. પથ્થરના વેપારીએ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

પંચોલી ગામ પાસે કાર્યરત શ્રીશ્યામ માર્બલ એન્ડ હેન્ડીક્રાફ્ટ ફેક્ટરીમાં ઉત્તર પ્રદેશના 6 કામદારો રાત્રે સૂતા હતા. સવારે 4.30 વાગ્યે ફેક્ટરીમાં ઘૂસેલા ચોરોએ તમામ કામદારોના મોબાઇલ ચોરી લીધા હતા. આ ચોરી કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં એક યુવક અંદર જતો જોવા મળે છે. તક જોઈને તેણે મોબાઈલ ચોરી લીધો અને ત્યાંથી ભાગી ગયો હતો.

ચોરોએ ફેક્ટરીમાંથી કન્હૈયાલાલ, નિશાર ખાન, રશીદ ખાન, વજીર ખાન, રાકેશ પંડિત અને અન્ય એક મજૂરના મોબાઈલ ચોરી લીધા હતા. વેપારીની ફરિયાદના અને ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ફેક્ટરીમાંથી મજૂરોની મોબાઇલ ચોરીની ઘટના સામે પથ્થરના વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં ચોરી, લૂંટ અને હત્યાના કેસોને કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાય રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *