તિરંગાની શાનમાં થશે વધારો: પાકિસ્તાન નજીક અટારી બોર્ડર પર લહેરાવાશે એશિયાનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ

હાલમાં એક ખુબ આનંદ તથા ગૌરવના સમાચાર સામે આવ્યા છે.  પાકિસ્તાન સાથેની અટારી બોર્ડર પરની શાનમાં વધારો કરી રહેલ દેશનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બોર્ડરથી લગભગ…

હાલમાં એક ખુબ આનંદ તથા ગૌરવના સમાચાર સામે આવ્યા છે.  પાકિસ્તાન સાથેની અટારી બોર્ડર પરની શાનમાં વધારો કરી રહેલ દેશનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બોર્ડરથી લગભગ 200 મીટર વધારે નજીક લાવવામાં આવશે. આની સાથે જ તેની ઊંચાઇમાં પણ 100 ફૂટનો વધારો કરવા માટેનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે.

જેને લીધે ગેલેરીમાં બેસીને BSFની બીટિંગ ધ રિટ્રીટ સેરેમની જોતા પાક.ના દર્શકોને પણ તિરંગો દેખાશે. હાલમાં તેને શિફ્ટ કરવા નવી જગ્યાએ ગોળાકાર પ્લેટફોર્મ પણ બનાવી દેવામાં આવ્યું છે. કોરોનાને લીધે હાલમાં અટારી બોર્ડર પર રિટ્રીટ જોવા માટે જાહેર જનતાનો પ્રવેશ છેલ્લા 17 મહિનાથી બંધ છે.

અહીં દરરોજ 40,000 હજાર સહેલાણીઓ આવતા હતા કે, જેમને બેસવા માટે ગેલેરી નાની પડતી હતી. ઝીરો લાઇનથી થોડાં ડગલાં દૂર બનાવવામાં આવેલ સુવર્ણ જયંતી દ્વાર સામે તિરંગો સ્થાપવા માટે હાઇવે ઓથોરિટી દ્વારા ગોળાકાર પ્લેટફોર્મ બનાવી દેવામાં આવ્યું છે કે, જ્યાં તિરંગો લહેરાવામાં આવશે.

બીજી બાજુ સ્વતંત્રતા દિન નિમિતે ભારતીય સૈન્યના પ્રયાસોથી ગુલમર્ગના પ્રસિદ્ધ સ્કી-રિસોર્ટમાં 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવશે કે, જે કાશ્મીરનો સૌથી ઊંચો તિરંગો હશે. સમગ્ર રાજ્યમાં 1,000 સ્થળોએ તિરંગો લહેરાવામાં આવશે.

ઊંચાઈ વધારવાની જરૂર એટલા માટે કે પાક.નો ઝંડો તિરંગાથી ઊંચો છે:
ગેલેરીમાં બેઠેલા લોકોને ધ્વજ નથી દેખાતો જ્યારે પાક.નો 400 ફૂટ ઊંચો ઝંડો દેખાય આવે છે. આ સંદર્ભે દર્શકોએ અનેક્વાર પ્રશ્ન ઉઠાવતા એને ધ્યાનમાં લઈ હાઇવે ઓથોરિટીના સૂચનથી શિફ્ટિંગ અને ઊંચાઈ વધારવા પહેલ કરવામાં આવી હતી. અધિકારીઓના મત પ્રમાણે, ધ્વજ શિફ્ટ થઈ જશે ત્યારે ઊંચાઈ પણ 100 ફૂટ વધારી દેવામાં આવશે એટલે કે, કુલ 460 ફૂટનો એશિયાનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બની જશે.

ઝીરો લાઇનથી તિરંગો 200 મી.ના અંતરે…
માર્ચ વર્ષ 2017માં દેશનો સૌથી ઊંચો ધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો હતો કે, જેમાં થાંભલાની ઊંચાઈ 360 ફૂટ, વજન 55 ટન છે તેમજ તિરંગાની લંબાઈ 120 અને પહોળાઇ 80 ફૂટ રાખવામાં આવી હતી.

લોકો માટે સેલ્ફી પોઇન્ટ :
જે કોઇપણ સ્થળે ધ્વજ લગાવવામાં આવશે તેની બંને બાજુ રસ્તાની સાઇડમાં LED લગાવવામાં આવશે કે, જેથી ગેલેરીમાં ન પહોંચી શકે તેઓ ત્યાંથી રિટ્રીટનો નજારો જોઇ શકશે. ત્યાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવામાં આવી રહ્યા છે. જેને લીધે આકર્ષણનું કેન્દ્ર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *