કોરોનાની કહેર: અંતરિક્ષથી દેખાઈ મૃત્યુ પામેલાની કબરો, 514 લોકોએ જીવ ગુમાવ્યા

ચીન અને ઈટાલી બાદ ઈરાન એવો દેશ બની ગયો છે કે જ્યાં કોરોના વાઈરસની અસર સૌથી વધારે થઇ હોય. હાલ મળેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં ઈરાનમાં 514 લોકોના મોત થઇ ચુક્યા છે. આ આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તે દરમિયાન એક સેટેલાઈટ તસ્વીર સામે આવી છે. અંતરિક્ષમાંથી લેવામાં આવેલી આ તસ્વીરમાં કબરો દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કબરો કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની છે એવો દાવો કરવામાં આવ્યો છે.

મેક્સાસ ટેકનોલોજી તરફથી પ્રકાશિત થયેલા આ સેટેલાઈટ તસ્વીરને વોશિંગ્ટન પોસ્ટએ તેના સમાચારનો આધાર બનાવ્યો હતો. આ ન્યુજ પ્રમાણે તમામ કબરો કૌમ શહેરના બેહશત-એ-મશોમેહ કબ્રસ્તાનની છે. તારીખ 21 ફેબ્રુઆરીથી નવી કબરો ખોદવાનું શરૂ થયું છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં 100 એકરની જગ્યા કબ્રસ્તાન બની ગયું છે.

સેટેલાઈટ તસ્વીરોમાં સાફ-સાફ દેખાય છે કે સંક્રમણ વધવા સાથે કબરોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. અહેવાલ અનુસાર ઓક્ટોબર મહિનામાં લેવામા આવેલી તસ્વીરમાં આ વિસ્તાર બિલકુલ ખાલી હતો. તે સમયે એક હિસ્સામાં 10 ટકાથી પણ ઓછા લોકોને દફન કરવામાં આવ્યા હતા, પણ માર્ચની શરૂઆતમાં આ જગ્યા સંપૂર્ણપણે ભરાઈ ગઈ હતી. હવે કબ્રસ્તાનના બીજા હિસ્સામાં પણ કબરનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.

બીબીસી(BBC) ઈરાને સેટેલાઈટ તસ્વીરોની પુષ્ટિ કરતો એક વિડિયો જારી કર્યો છે. વીડિયોમાં બેહશત-એ-મશોમેહ કબ્રસ્તાનમાં કેટલાક કોલો જેકેટ પહેરીને ઝડપભેર કબરો ખોદતા દેખાય છે. તેમા એક વ્યક્તિ એમ કહેતો દેખાય છે કે તે આ ભાગ કોરોનાગ્રસ્તો માટે છે. અન્ય એક વીડિયોમાં રહેલો કર્મચારી કહે છે કે કોરોનાને લીધે 250 લોકો માર્યા ગયા. આગળ નવી બનેલી કબરોને પણ તે દર્શાવે છે. થોડા સમયમાં જ આ લોકોને દફનાવવામાં આવ્યા છે.

ઈરાનમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ કૌમ શહેરમાંથી આવ્યો હતો. અત્યાર સુધીમાં અહીં 10 હજારથી વધારે લોકોના કોરોનાને લીધે મોત થયાની પુષ્ટી થઈ છે. અહીં 8 કરોડની વસ્તી છે. ઉપરાષ્ટ્રપતિ સહિત લગભગ બે ડઝન કરતા વધારે સરકારી અધિકારીઓ કોરોનાની અસર છે. મૃતકોમાં અહીંના કેટલાક સાંસદ, એક ભૂતપુર્વ રાજદ્વારી તથા રાષ્ટ્રપતિના સલાહકારનો સમાવેશ થાય છે.

અહેવાલમાં નિષ્ણાતોને ટાંકી એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સરકાર મૃતકોની ખરી સંખ્યા કહી રહી નથી. મેક્સાર ટેકનોલોજીના એક વરિષ્ઠ ઈમેજરી એનાલિસ્ટે વોશિંગ્ટન પોસ્ટને કહ્યું છે કે બેહશત-એ-મશોમેહમાં જે કંઈ થઈ રહ્યુ છે તે ખૂબ જ અલગ છે. નિષ્ણાતોએ કહ્યુ છે કે સમૂહિક કબરોથી પેદા થતી દુર્ગંધને છૂપાવવા માટે ચૂનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *